જામનગર : અકલ્પનીય મોત

24 January, 2019 10:35 AM IST  |  | રશ્મિન શાહ

જામનગર : અકલ્પનીય મોત

વૃદ્ધનું થયું મૃત્યું.

જામનગરમાં રહેતા અને દીકરાને લંડન તથા દીકરીને કૅનેડા સેટલ કરી દેનારા પાંસઠ વર્ષના વિધુર કિરીટ મહેતાની રાજકોટના જ તેમના ફ્લૅટમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયા પછી જે કંઈ બહાર આવ્યું છે એ રૂંવાડાં ઊભાં કરી દેનારું અને ધ્રુજાવી દેનારું છે. કિરીટભાઈ રાજકોટમાં રહેતી એક કૉલગર્લ વંદના પાસે ફિઝિકલ રિલેશન માટે અવારનવાર જતા હતા. સોમવારે પણ તે રાજકોટ આવ્યા હતા અને વંદનાને પોતાના રૈયા હિલવાળા ફ્લૅટ પર બોલાવી લીધી. ત્યાં બન્ને વચ્ચે તમામ પ્રકારના રિલેશન બંધાયા પછી વંદનાએ નક્કી કર્યા મુજબ કિરીટભાઈ પાસે વધારે પૈસાની માગણી કરી, પણ કિરીટભાઈએ આપવાની ના પાડી દેતાં વંદનાએ એવી ખોટી ધમકી આપી હતી કે તે બન્ને અગાઉ આખી રાત સાથે રહ્યાં હતાં એ સમયના બધા ફોટો અને વિડિયો તેની પાસે છે અને એ વિડિયો અને ફોટો તે તેમનાં દીકરા-દીકરીને મોકલી દેશે અને બધું કહી દેશે. દીકરીની ઉંમરની છોકરી સાથે પોતાના આ પ્રકારના રિલેશનની વાત જો બહાર આવે તો કેવી બદનામી થાય એ વિચારમાત્રથી કિરીટભાઈ ધ્રુજી ગયા હતા અને તેમને ત્યાં જ હાર્ટ-અટૅક આવ્યો હતો.

કિરીટભાઈની બગડતી તબિયત જોઈને વંનદા ગભરાઈ ગઈ અને ત્યાંથી એમ જ નીકળી ગઈ અને કિરીટભાઈને મેડિકલ ટ્રીટમેન્ટ ન મળતાં તેમનું મોત થયું.

દીકરો લંડનમાં, દીકરી કૅનેડામાં, જામનગરમાં ધીકતો ધંધો, અનેક પ્રૉપર્ટી અને ગાડીઓ જોઈને વંદનાની દાનત બગડી હતી અને તેણે તેના બૉયફ્રેન્ડને આ માલદાર પાર્ટી વિશે વાત કરતાં બન્નેએ બીજા સાથીઓનો સાથ લઈને તેમની પાસેથી પૈસા પડાવવાનું નક્કી કર્યું હતું. વંદના પહેલાં દહિસરમાં રહેતી હતી, પણ મુંબઈના ખર્ચાઓ ન પોસાતાં તે ચારેક વર્ષથી રાજકોટ રહેવા ચાલી ગઈ હતી. રાજકોટમાં પણ કોઈ આવક નહોતી એટલે તેણે સિલેક્ટેડ લોકો વચ્ચે લોહીનો વેપાર શરૂ કર્યો, જેમાં એક દિવસ અજાણતાં લાગી ગયેલા રૉન્ગ નંબરથી કિરીટભાઈ સાથે ઓળખાણ થઈ અને ધીમે-ધીમે કિરીટભાઈને વંદનાએ પોતાની જાળમાં ફસાવ્યા. કિરીટભાઈનાં વાઇફનો દેહાંત વષોર્ પહેલાં થઈ ગયો હતો અને બાળકો પણ ફૉરેન સેટલ થઈ ગયાં હોવાથી તેમને પણ આ કંપની ગમી ગઈ, પણ તેમને ખબર નહોતી કે આ કંપની મોત લઈને તેમની લાઇફમાં આવી છે.

આ પણ વાંચો : દ્વારકાઃ ભારતીય માછીમારો પર પાક.નો હુમલો કે ભારતીય મરિનનું મોકડ્રીલ ?

રાજકોટના ડેપ્યુટી કમિશનર (ઝોન-૨) મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે ‘કિરીટભાઈના મોબાઇલ ફોન અને વૉટ્સઍપની ચૅટની હિસ્ટરી પરથી આ આખો કેસ ઉકેલાયો અને ત્રણ અરેસ્ટ કરવામાં આવી. અરેસ્ટનો આંકડો હજી વધી શકે છે. સોમવારે સાંજે તેમનો દેહાંત થયો, જેની જાણ અપાર્ટમેન્ટના વૉચમૅનને મંગળવારે સવારે થઈ. તેણે તરત જ પોલીસમાં જાણ કરી. પોલીસે કિરીટભાઈના દેહ પાસેથી પડેલા મોબાઇલ ફોનના કૉલ્સ પરથી પહેલાં વંદનાની અને એ પછી કિરીટભાઈને બ્લૅકમેઇલ કરવામાં મદદ કરનારા અન્ય બે સાથીઓને અરેસ્ટ કરી. ઘટનાની કરુણતા એ છે કે વંદનાએ પોલીસ પાસે કબૂલ્યું છે કે તેની પાસે કિરીટભાઈનો બીભત્સ કહેવાય એવો એક પણ ફોટો કે વિડિયો નથી, પણ તેણે માત્ર ડરાવવા માટે જ આવી વાત કહીને એક લાખ રૂપિયાની માગણી કરી હતી.’

gujarat Crime News sexual crime