જમ્મૂ-કશ્મીરઃ અનંતનાગમાં આતંકીઓ સાથે મુઠભેડ યથાવત, આતંકીઓ ઘેરાયા

18 June, 2019 08:34 AM IST  |  અનંતનાગ

જમ્મૂ-કશ્મીરઃ અનંતનાગમાં આતંકીઓ સાથે મુઠભેડ યથાવત, આતંકીઓ ઘેરાયા

અનંતનાગમાં આતંકીઓ સાથે મુઠભેડ યથાવત

ઘાટીમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે સેના પ્રયાસો કરી રહી છે. જમ્મૂ કશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી છે. સૂત્રોના પ્રમાણે સુરક્ષાબળોએ અહીં 2 થી 3 આતંકીઓને ઘેરી રાખ્યા છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલોકમાં અનંતનાગમાં આ બીજી મૂઠભેડ છે. સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેર્યો છે. વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાને પણ હાલ બંધ કરવામાં આવી છે.

સુરક્ષાદળોએ અનંતનાગ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. જાણકાર મળતા જ સુરક્ષાબળો અને પોલીસની સંયુક્ત ટીમોએ વિસ્તારની ઘેરાબંધી લઈને તપાસ શરૂ કરી હતી. સુરક્ષાબળોને જોતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે.

સોમવાલે પણ અનંતનાગમાં સુરક્ષાદળોએ મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ મુઠભેડમાં સેનાના એક કેપ્ટન પણ શહીદ થઈ ગયા, જ્યારે એક મેજર સહિત ત્રણ સુરક્ષા કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ પણ વાંચોઃ વિપક્ષ આંકડાની ચિંતા છોડી લોકોના મુદ્દા ઉઠાવેઃ મોદી

કશ્મીર પર આતંકી હુમલાનો ખતરો
આતંકી ફરી એકવાર ઘાટીમાં હુમલો કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાન તરફથી મળેલા ઈનપુટ બાદ સુરક્ષા વધારવામાં આવી છે. હુમલાની આશંકાને લઈને એજન્સીઓને અલર્ટ પર રાખવામાં આવ્યો છે. સૂત્રોના પ્રમાણે આતંકી હાલમાં માર્યા ગયેલા અંસાર ગજાવત ઉલ હિંદના કમાંડર જાકિર મૂસાની હત્યાનો બદલો લેવા માંગે છે.

jammu and kashmir