જે. પી. નડ્ડાએ સ્ટૅચ્યુ ઑફ યુનિટીને બિલ્ડિંગ કહેતાં વિવાદ

21 July, 2019 12:16 PM IST  |  વડોદરા

જે. પી. નડ્ડાએ સ્ટૅચ્યુ ઑફ યુનિટીને બિલ્ડિંગ કહેતાં વિવાદ

જે. પી. નડ્ડાએ સ્ટૅચ્યુ ઑફ યુનિટીને બિલ્ડિંગ કહેતાં વિવાદ

બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ હેલિકૉપ્ટર મારફત નર્મદામાં આવેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં નડ્ડાએ સ્ટૅચ્યુને વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડ‌િંગ કહેતાં વિવાદ થયો છે. જોકે બાદમાં લોચો માર્યાનું ધ્યાનમાં આવતાં માફી માગીને સ્ટૅચ્યુ કહ્યું હતું. સાથે જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં વિકાસથી વંચિત આદિવાસી વિસ્તાર મુખ્ય ધારામાં આવ્યાનું કહ્યું હતું.

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

 જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે ગુજરાતનો પ્રવાસ કરીને ધન્યતા અનુભવું છું. પાર્ટીએ મને મોકો આપ્યો છે એ માટે પોતાની જાતને ધન્ય ગણું છું. સ્ટૅચ્યુ ઑફ યુનિટી તીર્થસ્થાન છે જેમાં દરેક ગામની માટી અને લોખંડ સમાયેલાં છે. આદિવાસીઓને સંબોધતાં નડ્ડાએ કહ્યું હતું કે હું આદિવાસી વિસ્તારમાંથી આવું છું. આદિવાસી સંસ્કૃતિ આજે લોકો છોડી રહ્યા છે, પરંતુ આપણી સંસ્કૃતિ આપણે ન છોડવી જોઈએ એવી સલાહ આપતાં ઉમેર્યું હતું કે આદિવાસી વિસ્તાર ઘણા સમયથી વિકાસથી વંચ‌િત હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસીઓને વિકાસની મુખ્ય ધારામાં સમાવ્યા છે.

statue of unity vadodara