ગુજરાતમાં વાઘ હોવાના મળ્યા પુરાવા, વધામણાં કરશે સરકારઃ વન મંત્રી

12 February, 2019 01:58 PM IST  | 

ગુજરાતમાં વાઘ હોવાના મળ્યા પુરાવા, વધામણાં કરશે સરકારઃ વન મંત્રી

ગુજરાતમાં દેખાયો વાઘ

મહિસાગર જિલ્લામાં બે દિવસ પહેલા જોવા મળેલું પ્રાણી વાઘ જ હોવાનો ખુલાસો થયો છે. વન વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. રાજ્યમાં વાઘ હોવાની વાતથી ખુશ વનવિભાગે વાઘના વધામણા કરવાની પણ જાહેરાત કરી છે. બે દિવસ પહેલા એક શિક્ષકે દાવો કર્યો હતો કે તેમણે વાઘ જોયો છે અને તેમની પાસે તસવીર પણ છે. જે બાદ વનવિભાગના નાઈટ વિઝન કેમેરામાં પણ વાઘ જોવા મળતા શિક્ષકના દાવાને સમર્થન મળ્યું છે.

સરકાર કરશે વાઘનાં વધામણાં:વન મંત્રી
રાજ્યમાં વાઘના અસ્તિત્વના પુરાવા મળતા વનમંત્રીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, ''ગુજરાત સરકાર વાઘના વધામણાં કરવા માટે તૈયાર છે. રાજ્યમાં પહેલાથી જ સિંહ અને દીપડા છે અને વાઘને સંરક્ષિત કરવા માટે પણ ગુજરાત સક્ષમ છે. વાઘની તપાસ માટે વનવિભાગ સક્ષમ છે. આ વાઘ રાજસ્થાન કે મધ્યપ્રદેશથી આવ્યો હોવાની સંભાવના છે."

આ પણ વાંચોઃ ટાઇગર ઝિંદા હૈ: મહીસાગરને આરે ત્રાડ પાડે વાઘ ! 27 વર્ષે દેખાયો વાઘ

સિંહ, વાઘ અને દીપડા ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય
ગુજરાતમાં વાઘ પણ હોવાનો પુરાવો મળતા સિંહ, વાઘ અને દીપડા ત્રણેય પ્રકારના પ્રાણીઓ જોવા મળતા હોય તેવું ગુજરાત એકમાત્ર રાજ્ય બની ગયું છે.

gujarat