સુરત : સ્કુલની ફીને લઇને ફરી વાલીઓમાં આક્રોષ, સરકાર નિ:શબ્દ

18 June, 2019 11:29 AM IST  |  Surat

સુરત : સ્કુલની ફીને લઇને ફરી વાલીઓમાં આક્રોષ, સરકાર નિ:શબ્દ

Surat : શાળાની ફીને લઇને છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કચકાટ ચાલતો આવ્યો છે. ત્યારે સુરતમાં ફરી સ્કુલની ફી વધારાનો મુદ્દો સામે આવ્યો છે. સુરતમાં આવેલ સેવન ડે શાળામાં અચાનક ફી વધારો કરાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓ શાળાના ગેટની બહાર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

સેવન ડે સ્કુલની ફીમાં અચાનક વધારો કરાયો
સુરતમાં સેવન ડે
ICSC બોર્ડની શાળા દ્વારા અચાનક ફીમાં ભારે ધરખમ વધારો કરતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ હાથમાં પોસ્ટર અને બેનરની સાથે વહેલી સવારથી શાળાના ગેટની બહાર વિરોધ કરતા જોવા મળી રહ્યા હતા. શાળા દ્વારા 10થી 15 હજાર રૂપિયા જેટલો વધારો કરાતા વાલીઓ વિરોધ કરી રહ્યા છે.


જાણો, ફી વધારા મુદ્રે શું કહ્યું વાલીઓએ...

સ્કુલે કરેલ ફી વધારાના મુદ્દે વાલીઓએ જણાવ્યુ કે, 25000 રૂપિયા ફી હતી, તેને વધારીને 42,000 ફી કરી દેવામાં આવી છે. ફી વધારાનો વિરોધ કરી રહેલા વાલીઓએ જણાવ્યું કે, તેમને જણાવ્યા વગર જ ફીમાં ધરખમ વધારો કરી દેવામા આવ્યો છે. આ બાબતે જ્યારે શાળાના આચાર્ય અને એડમિનિસ્ટ્રેશન અધિકારીને મળવવાનો પ્રયાસ વાલીઓ કરી રહ્યા છે, ત્યારે તેઓ મળવા માંગતા નથી. શાળામાં વાલીઓએ ફી વધારાનો વિરોધ કર્યો હતો.

શહેરના અન્ય સ્કુલ મેટાસે પણ ફીમાં વધારો કરતા વાલીઓમાં રોષ
શહેરમાં આવેલ અન્ય સ્કુલ મેટાસ એડવાન્ટિસ્ટ શાળા દ્વારા
40થી 50 ટકા ફી વધારો કરાયા હોવાનો વાલીઓનો આરોપ છે. જુનિયરથી લઇ 12માં ધોરણ સુધીના અભ્યાસમાં ફી વધારો કરવામાં આવ્યો છે. હાથમાં પોસ્ટર લઈ વાલીઓ રજુઆત માટે શાળાએ પહોંચ્યા અને રેડ્યુસ ટુ ફી નામના હાથમાં પોસ્ટર અને પ્લે- કાર્ડ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : વાયુ વાવાઝોડા બાદ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં વરસાદી માહોલ

રાજ્યમાં ખાનગી શાળાઓની ફી મુદ્રે મનમાની ચાલુ
રાજ્ય સરકારના કાયદા અને
FRCના નિયમો પછી પણ શાળાઓની મનમાની યથાવત છે. ફી વધારો કર્યા બાદ સંચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. શાળાના સંચાલકો વાલીઓને મળવા પણ માંગતા નથી. સુરત શહેરમાં રોજેરોજ આવી ઘટના બની રહી છે. જ્યારે શાળા દ્વારા મનમાની રીતે ફીમાં વધારો કરી દેવામાં આવે છે. તેમ છતા શિક્ષણઅધિકારી અને FRCનું આ મામલે વલણ એકદમ નિરાશ છે.

surat gujarat