ભુજમાં રાષ્ટ્રપિતાના જીવન પર થશે અંતરરાષ્ટ્રીય પરિસંવાદ

02 February, 2019 03:26 PM IST  |  | Dirgha media news agency

ભુજમાં રાષ્ટ્રપિતાના જીવન પર થશે અંતરરાષ્ટ્રીય પરિસંવાદ

મહાત્મા ગાંધીની 150ની જન્મજયંતિની ઉજવણી

કચ્છ યુનિવર્સિટીના યજમાન પદે 8 અને 9 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાવા જઈ રહ્યો છે. આ પરિસંવાદમાં દેશ-વિદેશના 200થી વધુ ડેલિગેટ્સ સંશોધનપત્ર રજૂ કરશે. આ પરિસંવાદની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ આશાબેનના રાજીનામા પાછળ કોનો હાથ?, વાંચો EXCLUSIVE અહેવાલ

સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પરિસંવાદ યોજાવાનો છે. જેમાં ભાગ લેવા માટેની નોંધણી પણ ચાલી રહી છે. આ અંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબાના જીવનને સ્પર્શતા આઠ જેટલા અલગ અલગ વિષયો પર ભારત, કેન્યા અને દક્ષિણ આફ્રિકાથી આવતા તજજ્ઞો પ્રવચન આપશે. સાથે તેમાં ગાંધી વિચારોની વર્તમાન સમયમાં પ્રસ્તુતિ મુદ્દે પણ વાત કરવામાં આવશે.

mahatma gandhi gujarat