વાપીમાં રાષ્ટ્રધ્વજનું કરાયું અપમાન

20 May, 2022 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે પોટલાંઓમાં ભંગાર ભર્યો હતો એ પોટલાંના કાપડ પર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન હતી.

વાપીમાં રાષ્ટ્રધ્વજનું કરાયું અપમાન


વાપી : દક્ષિણ ગુજરાતના વાપીમાં મોરાઈ ફાટક પાસે આવેલા ભંગારના ગોડાઉનમાંથી રાષ્ટ્રધ્વજની ડિઝાઇનવાળાં કાપડનાં પોટલાં અને ભગવાન શ્રીરામ અને હનુમાનજીની છબિની ડિઝાઇનવાળાં કાપડનાં અંદાજે ૩૦ જેટલાં પોટલાં ભંગારના ગોડાઉનમાંથી ગઈ કાલે મળી આવતાં વાપીમાં લોકોની લાગણી દુભાઈ હતી. 
વાપી ટાઉન પોલીસે આ ઘટના મુદ્દે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાપીમાં મોરાઈ ફાટક પાસે ભંગારનું ગોડાઉન આવ્યું છે એમાં જે પોટલાંઓમાં ભંગાર ભર્યો હતો એ પોટલાંના કાપડ પર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન હતી. આ ઉપરાંત બીજાં પોટલાંઓ પણ હતાં જેના પર ભગવાન શ્રીરામ અને ભગવાન હનુમાનજીના ફોટોવાળું કાપડ હતું, એમાં ભંગાર ભર્યો હતો. બીજાં કેટલાંક પોટલાં હતાં, જેના પર મુસ્લિમ ધર્મનાં ધાર્મિક ચિહ્‍નો કાપડ પર અંકિત હતાં અને એમાં પણ ભંગાર ભરવામાં આવ્યો હતો. આવાં ૩૦ જેટલાં પોટલાં મળી આવ્યાં હતાં. આ કેસમાં ભંગારના ગોડાઉનના માલિક મહમ્મદ લિયાકતખાનની ધરપકડ કરી છે. આ પોટલાં તેને સુરતથી સંતોષ અને વિજય નામના શખ્સો દ્વારા મળ્યાં હતાં, જેથી રાષ્ટ્રધ્વજના અપમાન બદલનો ગુનો તેમ જ ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો નોંધીને મહમ્મદ લિયાકતખાનની ધરપકડ કરવામાં આવી છે.’

gujarat news