100 દિવસમાં આધુનિક બનશે સુરત સહિત દેશના ચાર રેલવે સ્ટેશન

08 June, 2019 02:47 PM IST  |  સુરત

100 દિવસમાં આધુનિક બનશે સુરત સહિત દેશના ચાર રેલવે સ્ટેશન

સુરત રેલવે સ્ટેશનની થશે કાયાપલટ(પ્રતિકાત્મક તસવીર)

મોદી સરકારના શપથ ગ્રહણ પહેલા જ ભારતીય રેલવે એક્શનમાં આવી ગયું હતું. અને તેમણે 100 દિવસનો એજન્ડા તૈયાર કરી લીધો હતો. રેલવેના આ મેગા એક્શન પ્લાનમાં ઘણી મોટી યોજનાઓ સામેલ છે. જેમાં સુરત, રાયપુર, દિલ્હી કેંટ અને રાંચી રેલવે સ્ટેશનને મોર્ડનાઈઝ કરવાનો પણ પ્લાન છે. A1 શ્રેણીમાં આવતા રેલવે સ્ટેશનોના આધુનિકીકરણની આ યોજના છે.

આવી હશે સુવિધાઓ
એરપોર્ટ જેવી એન્ટ્રીઃ હવે તબક્કાવાર દેશના તમામ રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી એન્ટ્રી અને એક્ઝિટની સુવિધા આપવામાં આવશે.

નો ટિકિટ, નો એન્ટ્રીઃ એરપોર્ટની જેમ રેલવે સ્ટેશનમાં પણ ટિકિટ હશે તેને જ એન્ટ્રી મળશે. જેથી પ્લેટફોર્મ પર થતી ભીડમાં ઘટાડો થશે.

લિફ્ટ, એસ્કેલેટર્સ પણ મળશેઃ ભારતીય રેલવેએ એસ્કેલેટર્સ, લિફ્ટ, શૌચાલય અને વેઈટિંગ રૂમની સુવિધાઓ પણ તમામ A અને B કેટેગરીના રેલવે સ્ટેશનને પુરા પાડવાનો ટાર્ગેટ રાખ્યો છે.

વાઈફાઈ સર્વિસઃ દેશના તમામ રેલવે સ્ટેશન પર વાઈ-ફાઈની સુવિધા આપવામાં આવશે. જેનો મુસાફરો લાભ ઉઠાવી શકશે.

સુરક્ષા પહેલી પ્રાથમિકતાઃ રેલવે મુસાફરોની સુરક્ષાને પ્રાધાન્ય આપી રહ્યું છે. અને તેના માટે વ્યવસ્થા પણ કરી રહ્યું છે.

કમાન્ડોઝને ખાસ તાલીમઃ એરપોર્ટ જેવી સુરક્ષા વ્યવસ્થા માટે RPF કમાન્ડોઝે CISF કમાન્ડોઝ જેવી ખાસ તાલિમ આપવામાં આવી રહી છે.

રેલવે વધારશે DFC
રેલવેએ ડેડિકેટેક ફ્રેઈટ કૉરિડોરની સંખ્યામાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે. DFC એટલે એવો કોરિડોર જ્યાંથી માલ-સામાનનું વહન થઈ શકે છે. એટલે કે માલ સામાનનું વહન કરતી ટ્રેનમાં વધારો કરશે. અને તેના માટે ખાસ રૂટ રાખવામાં આવશે જેથી પેસેન્જર ટ્રેનને રૂટ પર ભારણ ન રહે. રેલવે આ રીતે વધુ કમાણી કરવાની યોજના બનાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ રેલવે સ્ટેશન પર હવે હશે એરપોર્ટ જેવા નિયમો, નો ટિકિટ નો એન્ટ્રી

હમસફર ટ્રેનની સંખ્યામાં વધારો કરાશે
હમસફર ટ્રેન કે જે આખી થ્રી ટાયર AC હોય છે તેવી ટ્રેનની સંખ્યામાં પણ વધારો કરવાનું રેલવે વિચારી રહ્યું છે. થોડા સમય પહેલા જામનગર થી મુંબઈ વચ્ચે પણ હમસફર ટ્રેન શકૂ કરવામાં આવી હતી.

surat indian railways