ભાભી-નણંદની રેસમાં ભાભીએ બાજી મારી, જડ્ડુએ પત્નિને કર્યો સપોર્ટ

15 April, 2019 09:37 PM IST  |  જામનગર

ભાભી-નણંદની રેસમાં ભાભીએ બાજી મારી, જડ્ડુએ પત્નિને કર્યો સપોર્ટ

રવિન્દ્ર જાડેજા પત્નિ રિવાબા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે

અત્યારે ગુજરાતમાં લોકસભા ચુંટણીને લઇને માહોલ ગરમ છે. ત્યારે રાજ્યના જામનગર શહેરમાં હાલ ચુંટણીની સાથે રાજપુત પરીવારનો પણ માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. પત્નિ રિવાબાએ ભાજપને ખેસ પહેર્યા બાદ શનિવારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા અને તેમના પિતા અનિરૂદ્ધ સિંહ જાડેજાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવતા જામનગરનો માહોલ ગરમાયો હતો. એક તરફ રવિન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં છે તો બીજી તરફ બહેન અને પિતા કોંગ્રેસમાં. ત્યારે પ્રશ્ન એ સર્જાયો હતો કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કોને સપોર્ટ કરશે પત્ની રિવાબાને કે બહેન નૈનાબા અને પિતા અનિરૂદ્ધ સિંહને...? જેને પગલે સોમવારે રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને જાહેર કરી દીધું કે તે કોને સપોર્ટ કરશે.


રવિન્દ્ર જાડેજાએ જાહેર કર્યું કે તે કોને સપોર્ટ કરશે

છેલ્લા બે દિવસથી અશમંજસ ચાલી રહી હતી કે રવિન્દ્ર જાડેજા ઘરમાં રાજકારણની પીચ પર કોને સપોર્ટ કરશે. ત્યારે સોમવારે તેણે ટ્વીટર પર જાહેર કરી દીધું હતું કે તે બહેન કે પિતા નહી પરંતુ પત્ની રવિબાને સપોર્ટ કરશે. તેણે ટ્વીટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને લખ્યું કે “I Support BJP, @Narendra modi  #rivabajadeja Jai Hindi”

આ પણ વાંચો :  નણંદ- ભોજાઈ સામ સામેઃ રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાયા

એટલે હવે એ જાહેર થઇ ગયું છે કે રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને સપોર્ટ કરશે. ત્યારે રવિન્દ્ર જાડેજાના અને ભાજપના ચાહકોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. જ્યારે કોંગ્રેસના સમર્થકો આ અંગે તેની આલોચના કરતા જોવા મળ્યા હતા.

gujarat Election 2019 ravindra jadeja