ગુજરાત સહિત ચાર રાજ્યોમાં પાક. સીમા નજીક તહેનાત કરાશે એર ડીફેન્સ યુનિટ

14 May, 2019 05:35 PM IST  |  અમદાવાદ

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં પાક. સીમા નજીક તહેનાત કરાશે એર ડીફેન્સ યુનિટ

પાકિસ્તાનને ચારે તરફથી ઘેરવાનો પ્લાન(પ્રતિકાત્મક તસવીર)

પાકિસ્તાનની સીમા નજીકના વિસ્તારોમાં ભારતીય સેના સુરક્ષા વધારવાનું વિચારી રહી છે. જેના માટે ગુજરાત સહિતના ચાર રાજ્યોમાં એર ડીફેન્સ યુનિટ તહેનાત કરવામાં આવશે.


દુશ્મન પર રાખવામાં આવશે નજર
સેનાના સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANI સાથે કરેલી વાતચીત પ્રમાણે, "સીમા પાસે વધુ સુરક્ષા માટે વધારે પગલાઓ લેવામાં આવશે. એર ડિફેન્સ યુનિટને સીમાની નજીક લઈ જવામાં આવશે. જેના કારણે દુશ્મનની હલચલ પર વધારે નજીકથી નજર રાખે શકાય."

ગુજરાત સહિત ચાર રાજ્યોનો સમાવેશ
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ એર ડિફેન્સ યુનિટ જમ્મૂ કશ્મીર, ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં તહેનાત કરવામાં આવશે. જેથી દુશ્મનોનો મુકાબલો કરવામાં સરળતા રહેશે.

gujarat pakistan