Gujarat News: વડોદરા સેન્ટ્રલ જેલમાં 7 કેદીઓએ સાબુનું પાણી પીધું, જેલર પર હુમલો

22 September, 2022 05:51 PM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

વિવિધ ગુનાહિત કેસોમાં આરોપીઓ બુધવારે સાંજે થયેલી અથડામણ દરમિયાન જેલર પર હુમલો પણ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના વડોદરા (Vadodara)સેન્ટ્રલ જેલ સંકુલમાં અન્ડરટ્રાયલના સાત આરોપીઓએ અથડામણ બાદ સાબુનું પાણી પીધું હતું, ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, વિવિધ ગુનાહિત કેસોમાં આરોપીઓ બુધવારે સાંજે થયેલી અથડામણ દરમિયાન જેલર પર હુમલો પણ કર્યો હતો.

એક નામી વેબસાઈટના અહેવાલ મુજબ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેકન્ડ ઝોન) અભય સોનીએ જણાવ્યું હતું કે ગુજરાત ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ એક્ટ હેઠળ આરોપોનો સામનો કરી રહેલા અન્ડરટ્રાયલને બહારથી ખાવાનું મંગાવવાની મંજૂરી નથી, જ્યારે અન્ય કેદીઓને આ સુવિધા આપવામાં આવે છે.

 આ પણ વાંચો:થાણેના ઉલ્હાસનગરમાં 5 માળની બિલ્ડિંગનો એક ભાગ ધસી પડ્યો, 4 લોકોના મોત

"અમને મળેલી પ્રાથમિક માહિતી મુજબ, જેમને આ સુવિધા આપવામાં આવી નથી તેઓ અન્ય અંડરટ્રાયલના ટિફિન લે છે અને તેમની સાથે રાખે છે. જ્યારે જેલ સત્તાવાળાઓને આ અંગેની જાણ થઈ તો તેઓએ આ કેદીઓને અલગ બેરેકમાં મોકલવાનો પ્રયાસ કર્યો. આ પછી અથડામણ શરૂ થઈ અને વિરોધમાં સાત કેદીઓએ પાણીમાં સાબુ ભેળવીને મોટી માત્રામાં પીધું. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે અંડરટ્રાયલ લોકોએ જેલર પર પણ હુમલો કર્યો હતો, જેના પગલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેની સામે રમખાણો, સરકારી કર્મચારી પર હુમલો કરવા, ગેરકાયદેસર રીતે સભા કરવા અને અન્ય કલમો માટે એફઆઈઆર નોંધવામાં આવી છે. બુધવારે રાત્રે સાબુનું પાણી પીનારા સાત કેદીઓને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત સ્થિર છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ અનેક રાજ્યોમાં આતંકી કનેક્શનને લઈ PFI પર દરોડા, 106 લોકોની ધરપરકડ

gujarat news vadodara