ગુજરાતમાં ગરમીનો 17 વર્ષોનો રેકોર્ડ તુટ્યો

28 April, 2019 04:00 PM IST  | 

ગુજરાતમાં ગરમીનો 17 વર્ષોનો રેકોર્ડ તુટ્યો

ફાઈલ ફોટો

દિવસે-દિવસે ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ગરમીના અનેક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ગરમીનો પારો વધીને 17 વર્ષના રેકોર્ડને પાર કરી રહ્યો છે. શનિવારે ગુજરાતના મોડાસાનો પારો 48 ડિગ્રી ઉપર પહોચ્યો હતો. આ સિવાય શહેરોમાં પણ ગરમીના કારણે પારો 45 ડિગ્રી પર પહોચ્યો છે. તંત્રએ અમદાવાદ, રાજકોટ અને અમરેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ઈમરજન્સી સેવા 108ના આંકડા અનુસાર, 20 એપ્રિલથી અત્યાર સુધી ગુજરાતમાં 1,000થી વધુ લોકો ગરમીનો ભોગ બન્યા છે. લોકોમાં પેટમાં દુ:ખાવો, ડિહાઈડ્રેશન અને બેહોશ થવાની ફરીયાદો જોવા મળી છે. સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર શહેરોમાં બપોરમાં કારણ વગર બહાર નીકળવાનું ટાળ. આ સાથે જ ગરમીથી બચવા માટે અલગ અલગ સાવચેતીના પગલા લેવા જોઈએ

આ પણ વાંચો:કાળઝાળ ગરમીથી ત્રસ્ત ગુજરાત, આજે પણ હિટવેવની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું હતું કે, આવનારા 3-4 દિવસોમાં ગરમીથી કોઈ રાહત મળવાના આસાર નથી જેના કારણે લોકોએ ગરમીથી સાચવવું. આ સાથે જ તાપમાન 50 ડિગ્રી ઉપર જવાની સંભાવના છે.