અમદાવાદ : ખોખરા સ્વિમીંગ કોંચનું રહસ્યમય રીતે મોત

22 April, 2019 11:35 AM IST  | 

અમદાવાદ : ખોખરા સ્વિમીંગ કોંચનું રહસ્યમય રીતે મોત

ફાઈલ ફોટો: ખોખરો સ્વિમિંગ પૂલ

અમદાવાદના મણીનગરમાં આવેલ સ્વિમિંગ પૂલમાં કોચીંગ આપી રહેલા કોચનુ રહસ્યમય રીતે મોત થતા શહેરમાં ચકચાર મચી હતી. દર્શિત શાહ મણીનગર મ્યુનિસિપાલ સ્વમિંગ પૂલમાં કોચ તરીકે ફરજ બનાવી રહ્યા હતા. રવિવારે તેમનો ટ્રેનિંગ સેશન પૂરા થયા પછી સ્વિમિંગ પૂલની બહાર આવી રહ્યા હતા ત્યારે અચાનક તે ઢળી પડ્યા હતા અને મોત નિવડ્યુ હતું.

કાર્ડિક અરેસ્ટના કારણે કોચનું મોત થયું

ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર ડી બી ઝાલાની શરુઆતી તપાસ અનુસાર માનવામાં આવી રહ્યું છે કે, કાર્ડિક અરેસ્ટના કારણે દર્શિત શાહે જીવ ગુમાવ્યો હતો. દર્શિત શાહ છેલ્લા 8 વર્ષથી સ્વિમિંગ શીખવી રહ્યા હતા. મહત્વની વાત એ છે કે તેમના 3 મહિના પહેલા લગ્ન કર્યા હતા. હાલ પોલીસે એક્સિડેન્ટલ ડેથનો મામલો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: મુંબઈ: દહિસરની સ્કૂલે એકસાથે 70 વિદ્યાર્થીને કાઢી મૂક્યા

 

પોલીસ અનુસાર દર્શિત શાહ તેના સિડ્યુલ પ્રમાણે રવિવારે સવારે ઘરથી નીકળીને સ્વિમિંગ પૂલના સેશન માટે પહોચ્યો હતો. સવારે આશરે 10 વાગ્યાની આસપાસ સ્વિમિંગ પૂલ ઓથોરિટીએ પોલીસ અને પરિવારને જાણ કરવામાં આવી હતી કે દર્શિત અચાનક પડી ગયો હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યો ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

ahmedabad Crime News