24 July, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Home Guard Murder News: ગુજરાત, અમદાવાદમાં મંગળવારે રાતે હોમગાર્ડની હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટના ઘણાં લોકોની સામે થઈ. એક મહિલાની સાથે હહાજર શખ્સે `તુમ મેરી પત્ની કો ક્યોં દેખ રહે...` કહેતા હોમગાર્ડને છરો ઘોંપી દીધો. હુમલા બાદ હૉસ્પિટલમાં હોમગાર્ડનું મોત નીપજ્યું. આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે બંધની માગ કરી છે.
ગુજરાતના અમદાવાદમાં હોમગાર્ડની હત્યાને લઈને બે પક્ષો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં નજીવા ઝઘડા બાદ દંપતીએ હોમગાર્ડ પર છરીનો ઘા મારીને તેને ઘાયલ કરી દીધો હતો. બાદમાં, હોસ્પિટલમાં સારવાર દરમિયાન હોમગાર્ડનું મૃત્યુ થયું હતું. આ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે દિલ્હી ગેટ નજીક બદરુદ્દીન શાહે કિશન શ્રીમાળીને છરી મારી હતી. આ પહેલા તેણે કહ્યું હતું કે, તમે મારી પત્નીને કેમ જોઈ રહ્યા છો? પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના જાવેદ સીઝનલ સ્ટોર પાસે બની હતી. કિશન શ્રીમાળી શાહપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. હિન્દુ હોમગાર્ડની હત્યાના મામલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે શાહપુર બંધનું એલાન આપ્યું છે. હિન્દુ સંગઠનોએ બુધવારે પણ પ્રદર્શન કર્યું હતું, જોકે, પોલીસે આરોપી બદરુદ્દીનની તેની પત્ની સાથે ધરપકડ કરી છે. આ સનસનાટીભરી ઘટના મંગળવારે રાત્રે 10:22 વાગ્યાની આસપાસ બની હતી.
VHPએ કરી ન્યાયની માગ
VHP અને બજરંગ દળે 24 જુલાઈએ શાહપુર બંધનું એલાન આપ્યું છે. બંને સંગઠનોએ હોમગાર્ડના પરિવારને ન્યાય અને ડ્રગ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘટના સંયોગથી બની છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. માહિતી મળી છે કે જાવેદ સીઝનલ સ્ટોર પાસે બદરુદ્દીને કિશનને પૂછ્યું કે તું મારી પત્નીને કેમ જોઈ રહ્યો છે? આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે નીલમ અને બદરુદ્દીને કિશન સાથે દુર્વ્યવહાર કર્યો હતો. રસ્તા પર આવવાની ધમકી આપી હતી. પહેલા બદરુદ્દીને કિશનને થપ્પડ મારી હતી અને પછી રસ્તા પર જઈને કિશનને પેટની ડાબી બાજુ છરી મારી હતી. હુમલા બાદ બદરુદ્દીન નીલમ સાથે ભાગી ગયો હતો. હોમગાર્ડનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ચંડોળા તળાવ નજીકથી ધરપકડ
હોમગાર્ડની હત્યાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી, આરોપી બદરુદ્દીન અને તેની પત્ની નીલમની ચંડોળા તળાવ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, બદરુદ્દીન વિરુદ્ધ 14 અલગ અલગ ગુના નોંધાયેલા છે અને નીલમ વિરુદ્ધ લૂંટનો કેસ પણ નોંધાયેલો છે. નીલમ પ્રજાપતિએ વિજુ સિંધી નામના વ્યક્તિ દ્વારા બદરુદ્દીનનો સંપર્ક કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વી બી ઓલે જણાવ્યું હતું કે નીલમ પ્રજાપતિ તેના પહેલા લગ્નથી જ વિજુ સિંધીના સંપર્કમાં હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 24 જુલાઈના રોજ હિન્દુ સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા બંધને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.