H K કોલેજ વિવાદઃહેમંત શાહને રાજીનામા અંગે વિચાર કરવા ટ્રસ્ટીઓનું સૂચન

13 February, 2019 03:57 PM IST  | 

H K કોલેજ વિવાદઃહેમંત શાહને રાજીનામા અંગે વિચાર કરવા ટ્રસ્ટીઓનું સૂચન

સૌજન્ય: ફેસબુક

એચ. કે. કોલેજ વિવાદમાં પહેલીવાર ટ્રસ્ટીઓએ મૌન તોડ્યું છે. કોલેજના ટ્ર્સ્ટીઓ દ્વારા પ્રિન્સિપાલ હેમંત શાહને તેમના રાજીનામાં અંગે ફરી એકવાર વિચારવા માટે સૂચન કર્યું છે. એચ.કે. કોલેજના ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવ માટે હોલ ન આપતા હેમંત શાહે રાજીનામું આપ્યું હતું. સામે ભાજપના વિદ્યાર્થી નેતાઓએ હેમંત કુમારને પ્રિન્સિપાલ પદેથી રાજીનામા સાથે અધ્યાપક પદ છોડવા માગ કરી હતી.

હેમંત શાહે આપ્યું હતું રાજીનામુ

ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણીને બોલાવવા અંગે વિવાદ સર્જાયા બાદ કાર્યકારી આચાર્ય હેમંત શાહે રાજીનામુ આપ્યું હતું. તેમનો રાજીનામાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

વિદ્યાર્થી નેતાઓએ લગાવ્યા આરોપ

એચ. કે. કોલેજના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓએ હેમંત શાહને ખુલ્લો પત્ર લખીને આરોપ લગાવ્યા હતા અને તેમના નિર્ણય અંગે સવાલો કર્યા હતા. સાથે જ કોલેજના ટ્રસ્ટીઓની માફી માગવા પણ માગ કરી હતી. હેમંત શાહને ઉદ્દેશીને લખાયેલા આ પત્રમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સવાલ કર્યા હતા કે હેમંત શાહે શા માટે જિજ્ઞેશ મેવાણીને બોલાવવાના નિર્ણય અંગે ટ્રસ્ટ-સ્ટાફને કેમ અગાઉથી જાણ નહોતી કરી? હેમંત શાહે સોશિયલ મીડિયા પર રાજીનામું કેમ આપ્યું ?

 

આ પણ વાંચો: રાજકોટઃકન્હૈયા કુમારે કર્યા પીએમ મોદી પર પ્રહાર

 

ભાજપના વિદ્યાર્થી નેતાઓએ પત્રમાં હેમંત શાહના રાજીનામાને નાટક ગણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું હતું કે, જિજ્ઞેશ મેવાણી વિદ્યાર્થીઓમાં સ્વીકાર્ય નથી. સાથે જ હેમંત શાહ પર આપખુદશાહી વલણ દાખવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તો હેમંત શાહના રાજીનામામાં ટ્રસ્ટીઓના ઉલ્લેખ સંદર્ભે વિદ્યાર્થીઓએ ટ્રસ્ટીઓની માફી માગવા પણ માગ કરી હતી જો કે હાલ ટ્ર્સ્ટીઓ દ્વારા હેમંત કુમારને તેમના રાજીનામા પર ફરી વિચાર કરવા સૂચન આપવામાં આવ્યું છે..

ahmedabad Jignesh Mevani