ગુજરાતમાં હેલ્મેટનો કાયદો થયો હળવો,આ વિસ્તારમાં હેલ્મેટ પહેરવાથી મુક્તિ

04 December, 2019 03:15 PM IST  |  Gandhinagar

ગુજરાતમાં હેલ્મેટનો કાયદો થયો હળવો,આ વિસ્તારમાં હેલ્મેટ પહેરવાથી મુક્તિ

આર સી ફળદુની મહત્વની જાહેરાત

ગુજરાત સરકારે હેલ્મેટને લઈને મોટી જાહેરાત કરી છે. હવે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નથી. રાજ્ય સરકારના મંત્રી આર. સી. ફળદુએ જાહેરાત કરી છે. રૂપાણી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદમાં આવતા એટલે કે શહેરી અને અર્ધ શહેરી વિસ્તારના લોકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. જો શહેરી વિસ્તારમાં કોઈ હેલ્મેટ પહેર્યા વિના નિકળશે તો તેમને ટ્રાફિક પોલીસ દંડ નહીં કરી શકે. પરંતુ હાઈવે પર ટુ-વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમનું પાલન ન કરનારને આકરો દંડ કરવામાં આવશે.

હેલ્મેટના કાયદામાં રાહતની લાંબા સમયથી હતી માગ

હેલ્મેટનો કાયદો આવ્યો ત્યારથી જ તેની સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને શહેરી વિસ્તારો કે જ્યાં વધારે સ્પીડમાં વાહન નથી ચલાવવામાં આવતું ત્યાં હેલ્મેટના કાયદામાંથી રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી. જેને રાજ્ય સરકારે ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે.

હાઈ-વે પર હેલ્મેટ ફરજિયાત

જો કે સ્ટેટ અને નેશનલ હાઈવે પર વાહન લઈને જતા ચાલકો માટે હેલ્મેટે ફરજિયાત છે. હાઈ-વે પર વાહનની ગતિ વધુ રહેતી હોવાથી ટુ-વ્હીલર ચાલકને ઈજા થવાનું જોખમ વધી જાય છે. જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યું છે.

gujarat gandhinagar Vijay Rupani