રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી, ઠંડી વધશે

05 December, 2019 08:43 AM IST  |  Ahmedabad

રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી, ઠંડી વધશે

પ્રતિકાત્મક તસવીર

અરબી સમુદ્રમાં સક્રિય ડીપ ડિપ્રેશન અને વેલ માર્ક લો-પ્રેશરની અસરથી બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની સૌથી વધુ શક્યતા છે. શહેરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમ જ ૭ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે.
અમદાવાદનું મહત્તમ તાપમાન ૧ ડિગ્રીથી ગગડીને ૨૯.૩ તેમ જ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રી વધીને ૧૯.૩ ડિગ્રી નોંધાયું હતું. આમ તાપમાનમાં મોટો ફેરફાર થયો નહોતો, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી વહેલી સવારથી શહેરમાં શરૂ થયેલા ૧૦ કિલોમીટરની ગતિના ઠંડા પવનથી લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.

gujarat Gujarat Rains