દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, વલસાડમાં વહી ગયા રસ્તાઓ

07 July, 2019 02:31 PM IST  |  વલસાડ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, વલસાડમાં વહી ગયા રસ્તાઓ

વલસાડ પાણી પાણી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વલસાડ, વાપી, સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે. વાપીમાં 8 ઈંચ વરસાદ પડવાના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેના કારણે ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે. ભિલાડ ચેક પોસ્ટ પાસે હાઈવે પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. તો વાપી જીઆઈડીસી પાસે પણ પાણી ભરાયા છે. વાપી-મુંબઈ હાઈવે પર પણ ટ્રાફિક જામ થયેલો છે.

મધુબન ડેમના દરવાજા ખોલાયા છે
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમની સપાટી વધતા તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે.

વલસાડ પાણી પાણી
સતત વરસાદના કારણે વલસાડના કૈલાશનગર વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયા છે. દમણના ઝંડા ચોક વિસ્તારમાં પણ પાણીમાં ગરક થઈ ગયું છે. મધુબન ડેમમાં નવા નીરમાં સતત વધારો થઈ ગયો છે. રસ્તાઓ પણ પાણી ભરાઈ જતા સ્થાનિકોની પરેશાનીમાં વધારો થયો છે. તો ફ્લેટના પાર્કિંગમાં પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

 

આ પણ વાંચોઃ વાયુ નડ્યું ગુજરાતને, વરસાદ માટે ૧૩ જુલાઈ સુધી રાહ જોવી પડશે

આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશના દક્ષિણ જિલ્લા અને મધ્ય પ્રદેશના ઉત્તર જિલ્લાઓમાં 9 અને 10 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરબ સાગરમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે જેનાથી સમુદ્રમાં ઉંચા મોજા ઉછળી શકે છે. ગુજરાત હવામાન વિભાગના કહેવા મુજબ અત્યારે ગુજરાતમાં જ્યાં પણ છૂટોછવાયો વરસાદ પડે છે એ મૉન્સૂન-સિસ્ટમને કારણે નહીં, પણ વાતાવરણમાં ઊભા થઈ રહેલા ડિપ્રેશનને કારણે પડે છે. ગુજરાત સરકારની ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ મુજબ ગુજરાતમાં ૨૧ જુલાઈ સુધીના પીવાના પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે.

gujarat Gujarat Rains