રાજકોટ: 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, તૂટી શકે 70 વર્ષનો રેકોર્ડ

09 September, 2019 08:20 PM IST  | 

રાજકોટ: 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, તૂટી શકે 70 વર્ષનો રેકોર્ડ

રાજકોટ: 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, તૂટી શકે 70 વર્ષનો રેકોર્ડ

છેલ્લા ઘણા દિવસથી
રાજકોટમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. રાજકોટમાં આ વર્ષનો વિક્રમજનક વરસાદ ખાબક્યો છે. સોમવારે અહી 2 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટમાં આ વર્ષનો 56 ઈંચ વરસાદ ખાબક્યો છે. કોર્પોરેશનના આંકડા અનુસાર આ પહેલા 2010માં 55.50 ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટના ખાંભા પંથકમાં રવિવારે 1થી 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો જ્યારે સોમવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. ખાંભાના ડેડાણ ગામે એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતા મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા છે. સોમવારે રાજકોટમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું . રાજકોટમાં ગાજવીજ સાથે અડધા કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. ફાયર બ્રિગેડ અનુસાર મોસમનો 55 ઇંચ વરસાદ નોંધાયો છે. વધુ એક ઇંચ નોંધાય તો 70 વર્ષનો રેકોર્ડબ્રે થઈ શકે છે. મહાપાલિકાના સત્તાવાર રેકોર્ડ મુજબ 2010માં સૌથી વધુ 55.50 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદના આ રસ્તાઓનો ન કરતા ઉપયોગ, જાણો કારણ

રવિવારે 9 સપ્ટેમ્બરે સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાંભા પંથકમાં વહેલી સવારે 1થી 4 ઇંચ વરસાદ પડતાં પાણી ભરાયાં હતા. તેમ જ લાસા ગામમાં ભારે વરસાદથી રાવલિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તાતણિયા ધરાવાળા ઘૂનામાં નદીનું પાણી ઘૂસતાં ખોડિયાર મંદિરમાં 5 ફૂટ સુધી પાણી ઘૂસ્યાં છે. ઉમરિયા ગામમાં બે કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગામની ભાગોળે આવેલા પુલ પરથી પાણી ફરી વળ્યાં. ભારે વરસાદથી ઉમરિયા ગામ સંપર્કવિહોણું બન્યું. ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહી રહ્યું છે..

rajkot Gujarat Rains gujarati mid-day