ગુજરાતમાં આવનારા દિવસોમાં અતિભારે વરસાદની આગાહી, SDRF એલર્ટ

26 June, 2019 11:43 PM IST  |  Ahmedabad

ગુજરાતમાં આવનારા દિવસોમાં અતિભારે વરસાદની આગાહી, SDRF એલર્ટ

Ahmedabad : અંતેગુજરાત રાજ્યમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે હવામાન વિભાગે આગમી દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ સ્ટેટ વેધર વોચ ગ્રુપની મિટીંગમાં થયેલી ચર્ચા થઇ હતી. જેમાં આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

આગામી 3જી જુલાઇની આસપાસ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા એસડીઆરએફની ટીમને સમાધન સામગ્રી સાથે એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. તાત્કાલિક બચાવ અને રાહત કામગીરીના સમયમાં સારી જરૂરીયાત મંદ લોકોને મદદ કરી શકાય તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.


અમદાવાદ સહિત રાજકોટમાં પણ વરસ્યો ધોધમાર
અમવાવાદના પશ્ચિમ વિસ્તારો સેટેલાઈટ, મકરબા, બોપલ, વેજલપુર , એસજી હાઈ-વે, શ્યામલ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય પૂર્વમાં પણ જશોદાનગર, વટવા, રખિયાલ,નારોલ ,સીટીએમ, અમરાઈવાડી, હાટકેશ્વર, ખોખરા, વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં ધોરધાર વરસાદ વરસ્યો હતો.

ahmedabad gandhinagar gujarat Gujarat Rains