એનઇપી, 2020ને અમલમાં લાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે : રૂપાણી

06 September, 2020 11:08 AM IST  |  Ahmedabad | Agency

એનઇપી, 2020ને અમલમાં લાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે : રૂપાણી

વિજય રૂપાણી

જરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે કહ્યું હતું કે નૅશનલ એજ્યુકેશન પૉલિસી-૨૦૨૦ને અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનવા ચાહે છે તથા ટૂંક સમયમાં આ માટે ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવશે. વિજય રૂપાણી શિક્ષક દિન નિમિત્તે ૪૪ શિક્ષકોનું સન્માન કરવા ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં બોલી રહ્યા હતા.

મુખ્ય પ્રધાને કહ્યું કે નવી એનઇપીનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં તેને અમલમાં મૂકવા માટે રોડ મેપ તૈયાર કરવા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, જેના આધારે ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવશે.

ગવર્નર આચાર્ય દેવવ્રત તેમ જ કૅબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાન ભૂપેન્દ્રસિંહ અને વિભાવરી દવે તેમ જ શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Vijay Rupani gujarat ahmedabad