આગામી ૪૮ કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો

21 January, 2022 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 21 અને 22 કમોસમી વરસાદ કમોસમી  રહેશે અને 22 તારીખથી ફરી એક વખત લઘુતમ તાપમાનનો પારો ગગડશે જેના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરશે

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં (Gujarat Weather Forecast) જોરદાર પલટો આવ્યો છે અને શિયાળાની સિઝનમાં વિપરીત વાતાવરણ સર્જાયું છે વાતાવરણની અસર કૃષિ પાક ઉપર જોવા મળી રહી છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હવામાન ખાતાની તાજી આગાહી અનુસાર આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે તો  આવનારા 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગર સહિત પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે

ઉત્તરગુજરાત,  કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત વગેરેમાં વરસાદની આગાહી છે.

અમદાવાદ શહેરમાં ઝાકળને કારણે ધુંધળો માહોલ હતો તો આ જ  ઝાકળના કારણે કૃષિ પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને છ. શિયાળામાં વિપરિત વાતાવરણ સક્રિય થઈ રહ્યું છે.જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 21 અને 22 કમોસમી વરસાદ કમોસમી  રહેશે અને 22 તારીખથી ફરી એક વખત લઘુતમ તાપમાનનો પારો ગગડશે જેના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરશે.

gujarat