ગુજરાતમાં યોગ દિવસ પર દોઢ કરોડ લોકો કરશે યોગ

31 May, 2019 12:43 PM IST  |  ગાંધીનગર

ગુજરાતમાં યોગ દિવસ પર દોઢ કરોડ લોકો કરશે યોગ

ગુજરાતમાં યોગ દિવસ પર દોઢ કરોડ લોકો કરશે યોગ

ગુજરાત સરકારે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ લગભગ દોઢ કરોડ લોકો સાથે મનાવવાનો નિર્ણય કરી લીધો છે. રાજસ્થાન સરકારે તો યોગ દિવસની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ગુજરાત સરકાર જોરશોરથી ઉજવણી કરવાની તૈયારીમાં છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરિષ્ઠ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહના પ્રભારી બનાવ્યા છે. ચુડાસમાની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક મળી. જેમાં જણાવવામાં આવ્યું કે ગયા વર્ષે 21 જૂને સવા કરોડ મહિલાઓ, બાળકો અને પુરૂષોએ યોગ કરયા હતા પરંતુ આ વર્ષે દોઢ કરોડ લોકોને સામેલ કરવામાં આવશે. ચુડાસમાએ કહ્યું કે આજે યોગ એક દેશ કે ધર્મ સુધી સીમિત નથી. તે સર્વ ધર્મની અને વિશ્વની પરંપરા બની ગયો છે. જેનાથી લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીમાં પણ સુધારો આવી રહ્યો છે.

મહત્વનું છે કે સરકાર, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ સમાજના લોકો પણ યોગ કરે છે. સમુદ્રમાં અને નદી, તળાવમાં પણ યોગનું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચોઃ PM મોદી શપથ ગ્રહણઃ અંબાણી, શાહિદ-મીરા, કંગના, રજનીકાંતે હાજરી

વર્ષ 2014થી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે વડાપ્રધાન મોદીએ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

vadodara gujarat