ગુજરાતના ગામમાં વિદ્યાર્થી પાસે દારૂ મગાવનાર શિક્ષકની ધરપકડ, થયો સસ્પેન્ડ

11 July, 2026 09:52 AM IST  |  Gir | Gujarati Mid-day Correspondent

શિક્ષક હરેશગિરિ ગોસ્વામીએ વિદ્યાર્થી પાસે ગામમાં મળતો દારૂ મગાવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના ઉના તાલુકામાં ખાપટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મગાવ્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાની ફરિયાદ થયા બાદ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ગઈ કાલે પોલીસે તેની ધરપકડ કરી હતી.

શિક્ષક હરેશગિરિ ગોસ્વામીએ વિદ્યાર્થી પાસે ગામમાં મળતો દારૂ મગાવ્યો હતો. આ વાતની જાણ આચાર્ય મિલનગિરિ ગોસ્વામીને થતાં તેમણે વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી હતી જેમાં હકીકત બહાર આવી હતી. આ ઘટના ૨૦ જૂને બની હતી અને આચાર્યે તાલુકા શિક્ષણાધિકારીને લેખિતમાં એની જાણ કરી હતી. આ ફરિયાદ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો હતો. શાળાના આચાર્ય દ્વારા શિક્ષકની સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં ઉના પોલીસે ફરિયાદ નોંધીને શિક્ષક હરેશગિરિ ગોસ્વામીની ધરપકડ કરી હતી.

gujarat gujarat news Crime News gujarat police