ગુજરાત : ગાંધીધામમાં તનિષ્કના સ્ટોર પર હુમલો, ઍડ વિવાદને લઇને મેનેજર...

14 October, 2020 01:52 PM IST  |  Gujarat | Gujarati Mid-Day Online Correspondent

ગુજરાત : ગાંધીધામમાં તનિષ્કના સ્ટોર પર હુમલો, ઍડ વિવાદને લઇને મેનેજર...

તનિષ્ક

જ્વેલરી કંપની Tanishqની એક જાહેરાતને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. ટ્વિટર પર બૉયકૉટના ટ્રેન્ડથી શરૂ થઈને હવે મામલો એડ હટાવવાને લઈને કંપનીના એક સ્ટોર પર હુમલા સુધી પહોંચી ગયું છે. આ ઍડના વિરોધ દરમિયાન ગુજરાતના ગાંધીધામમાં કંપનીના એક સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો છે. તો, મેનેજર પાસેથી જબરજસ્તી માફીનામું લખાવવામાં આવવાના સમાચાર છે.

સૂત્રોએ જણાવ્યું કે હુમલો કરનારી ભીડે મેનેજર પાસેથી માફીનામું લખાવવામાં આવ્યું કે, "અમે સેક્યુલર જાહેરાત બતાવીને હિંદુઓની ભાવનાઓને દુઃખ પહોચાડવા માટે કચ્છ જિલ્લાના લોકોની માફી માગીએ છીએ."

જણાવવાનું કે કંપનીએ ગયા અઠવાડિયે પોતાના નવા કલેક્શન 'એકત્વમ'ને લઈને એક એડ રિલીઝ કરી હતી, જેમાં બે પરિવારો વચ્ચે આંતરધાર્મિક વિવાહ બતાવવામાં આવ્યા હતા. ટ્વિટર પર આ એડને લઈને #BoycottTanishq ટ્રેન્ડ થવા લાગ્યું હતું. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આને 'લવ જેહાદને પ્રોત્સાહન' આપનારી એડ જણાવી અને આ જાહેરાત હટાવવાની માગ કરી હતી.

આ એડને લઈને તનિષ્કે ખૂબ જ ટ્રોલ થયા પછી સોમવારે પોતાની જાહેરાત પાછી ખેંચી લીધી હતી. કંપની તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું કે 'એકત્વમ અભિયાનનો હેતુ, આ પડકારભર્યા સમય દરમિયાન વિભિન્ન ક્ષેત્રના લોકો, સ્થાનિક સમુદાયો અને પરિવારોને એક સાથે આવીને તહેવાર ઉજવે તેનો છે. પણ આ ફિલ્મ પર ગંભીર અને ઉકસાવનારી પ્રતિક્રિયાઓ મળી, જે ફિલ્મના ઉદ્દેશ્યથી એકદમ જુદી છે. અમે વિનારાપણ ભાવનાઓ આ રીતે ઉત્તેજિત થવાથી ખૂબ જ દુઃખી છીએ અને અમારા કર્મચારીઓ, ભાગીદારો અને સ્ટોરકર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ જાહેરાત પાછી ખેંચી રહ્યા છીએ.'

આ એડમાં એક ગર્ભવતી મહિલાની ખોળો ભરવાની વિધિ બતાવવામાં આવી છે, જેમે સાડી પહેરી છે અને તેની સાસ સેરેમનીમાં તેને લઈ જઈ રહી છે. વીડિયો પૂરો થયા પછી મહિલા પોતાની સાસ, જેમણે સલવાર સૂટ પહેરી રાખ્યું છે અને માથે દુપટ્ટો નાખ્યો છે, તેને પૂછે છે, મા, પણ આ વિધિ તો તમારા ઘરમાં થતી પણ નથી ને, આ અંગે સાસનો જવાબ આવે છે, "પણ દીકરીને ખુશ રાખવાની વિધિ તો દરેક ઘરમાં હોય છે ને."

આ જાહેરાતનો વિરોધ કરતા ટ્વિટર પર કેટલાક લોકોએ કહ્યું હતું કે જાહેરાત લવ જેહાદ અને ખોટી ધર્મનિરપેક્ષતાને પ્રોત્સાહન આપી રહી છે. એડના વિરોધમાં એક યૂઝરે લખ્યું કે, "જાહેરાતમાં હંમેશાં મુસ્લિમ પતિ અને હિંદુ પત્ની જ કેમ બતાવવામાં આવે છે, હિંદુ પતિ અને મુસ્લિમ પત્ની કેમ નથી?"

gujarat gandhidham