મંદીનો માર, દશેરા છતાં વાહનોના શોરૂમ ખાલીખમ, વેચાણમાં 45 ટકાનો ઘટાડો

09 October, 2019 09:16 AM IST  |  સુરત

મંદીનો માર, દશેરા છતાં વાહનોના શોરૂમ ખાલીખમ, વેચાણમાં 45 ટકાનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

દશેરાએ ગુજરાતમાં સૌથી વધારે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરનું વેચાણ સુરત શહેરમાં થયું હોય છે. જોકે આ વર્ષે ઑટોમોબાઇલ સેક્ટરમાં આવેલી મંદીને લઈને ગયા વર્ષ કરતાં વેચાણમાં ૪૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

દશેરાને ગાડી ખરીદવાનું સારું મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો ગાડીઓ ખરીદતા હોય છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો દશેરાઓ શહેરમાં ૧૫૦૦ ટૂ-વ્હીલરનું વેચાણ થયું હતું. જ્યારે ૭૦૦ ફોર-વ્હીલર વેચાયાં હોવાની સરકારી ચોપડે નોંધ થઈ છે. છેલ્લા ચાર મહિનાથી ઑટોસેક્ટર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. આ વર્ષની વાત કરવમાં આવે તો ટૂ-વ્હીલરનું વેચાણ ૭૦ ટકા જેટલું, જ્યારે મધ્ય બજેટની ફોર-વ્હીલર ગાડીનું વેચાણ ૬૦ ટકા અને લક્ઝરી કારનું વેચાણ ફક્ત ૧૦ ટકા થયું છે.

આ પણ વાંચો : દશેરા નિમિત્તે રાજ્યભરમાં ઠેર-ઠેર શસ્ત્રપૂજન તો ક્યાંક હેલ્મેટની પૂજા

લક્ઝરી ગાડીની ડિલિવરી આજની તારીખમાં મળે તેમ ન હોવાથી મોટા ભાગના શોરૂમ બંધ જોવા મળ્યા હતા. આ પહેલાંના વર્ષે દશેરાએ કારના શોરૂમ આગળ મંડપો બાંધવા પડતા હતા તેમ જ મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ જોવા મળતી હતી. આ વર્ષે શોરૂમ બહાર કોઈ લોકો નજરે નથી પડી રહ્યા.

surat gujarat dussehra