૨૦૦ રૂપિયા લઈ વાહનો છોડતો સુરતનો ટ્રાફિક જવાન સસ્પેન્ડ

06 December, 2019 08:47 AM IST  |  Surat

૨૦૦ રૂપિયા લઈ વાહનો છોડતો સુરતનો ટ્રાફિક જવાન સસ્પેન્ડ

પ્રતિકાત્મક તસવીર

સરકારી વિભાગમાં ભારે ભ્રષ્ટાચાર ચાલે છે અને એના બોલતા પુરાવાઓ પણ અનેક છે ત્યારે સરકારમાં કૉન્ટ્રૅક્ટ બેઝ્ડ કર્મચારીઓને પણ આવો જ રંગ લાગ્યો છે. સુરતના ચોપાટી પાસે અઠવા ગેટ ખાતેની ટ્રાફિક એસીપીની ઑફિસ બહાર ટોઇંગ કરીને આવતાં વાહનોના માલિકો પાસેથી સમાધાન શુલ્કના રૂપિયા નહીં લઈને માત્ર ૨૦૦ રૂપિયા લઈને બારોબાર વાહનો આપી દેનાર ટીઆરબી જવાનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ડીસીપી ટ્રાફિકે તાત્કાલિક અસરથી ટીઆરબી જવાનની સર્વિસને ટર્મિનેટ કરી નાખી છે. સુરતમાં સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં એક વાહનનો માલિક અહીં હાજર સંદીપ નામના ટીઆરબી જવાનને મળે છે. બાઇકના  માલિકે જ્યારે પોતાની બાઇક અંગે વાત કરી તો સંદીપ રામજાને એવું કહ્યું હતું કે આમ તો ૫૦૦ રૂપિયાનો દંડ થશે પરતું જો તમે ૨૦૦ રૂપિયા આપી દો તો બાઇક તમને મળી જશે. ટીઆરબી જવાન રૂપિયા લે છે અને જવા દે છે.

surat gujarat