સુરતઃ રેલી દરમિયાન ઘર્ષણ થતા પોલીસ પર હુમલો, સિટીબસમાં કરી તોડફોડ

05 July, 2019 05:14 PM IST  |  સુરત

સુરતઃ રેલી દરમિયાન ઘર્ષણ થતા પોલીસ પર હુમલો, સિટીબસમાં કરી તોડફોડ

સુરતઃ રેલી દરમિયાન ઘર્ષણ થતા પોલીસ પર હુમલો

સુરતમાં મોબ લિચિંગના વિરોધમાં યોજવામાં આવેલી રેલીમાં ઘર્ષણ થયું છે. રેલીના હઝરત ખ્વાજા દાના દરગાહછી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન થયું હતું. જ્યારે મક્કાઈ પૂલ સુધીની જ રેલીની પરમિશન હોવાથી પોલીસે કાફલાને અટકાવતા ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પોલીસ પર હુમલો થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા.

મોબ લિચિંગના વિરોધમાં સુરતમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે તેમાં જોડાયેલા લોકોએ તેને મક્કાઈ પૂલથી આગળ વધારવાનો પ્રયાસ કર્યો ત્યાર મામલો બિચક્યો અને પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો.પોલીસે સ્વબચાવમાં ટીયરગેસના સેલ છોડતા ટોળું વિખેરાયું હતું. ઘર્ષણ દરમિયાન બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ચારે તરફ અફરા તફરીનો માહોલ છવાયો હતો. શહેરના ચોકબજાર વિસ્તારમાં લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો. જેથી લોકોમાં ભાગદોડ પણ મચી ગઈ.

ઘટનાની જાણ થતા સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્મા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના બાદ વધુ કાંઈ ન થાય તે માટે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે.પોલીસનું કહેવું છે કે રેલીની મંજૂરી માત્ર મક્કાઈપૂલ સુધીની જ હતી. જેનાથી આગળ વધતા તેને રોકવામાં આવી હતી.

રેલીનું આયોજન મુસ્લિમ સમાજે કહ્યું હતું. વર્સેટાઈલ માઈનોરિટી ફોરમ સુરતના નેજા હેઠળ આ રેલી થઈ હતી. જેમાં તેમની માંગ હતી કે મોબ લિંચિંગની ઘટનામાં સામેલ ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે.

આ પણ વાંચોઃ અમદાવાદની સેન્ટ મેરી સ્કૂલનો નિયમ,વિદ્યાર્થીઓને હેલ્મેટ વગર પ્રવેશ નહીં

રેલીને અટકાવવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને સિટી બસના કાચ પણ તોડ્યા હતા. સ્થિતિ તંગ થતા પોલીસે હુમલાખોરોની અટકાયત પણ કરી છે.

surat gujarat