સુરતઃ માસિક સાથે જોડાયેલી ગેર માન્યતાઓ દૂર કરવા યોજાશે માસિક મહોત્સવ

21 May, 2019 05:41 PM IST  |  સુરત

સુરતઃ માસિક સાથે જોડાયેલી ગેર માન્યતાઓ દૂર કરવા યોજાશે માસિક મહોત્સવ

સુરતમાં ઉજવાશે માસિક મહોત્સવ

વિશ્વ માસિક સ્વચ્છતા દિનની ઉજવણીના ભાગરૂપે 21 થી 28 મે દરમ્યાન સુરતમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગ્રીન-ધ રેડ ટીમ સુરત તથા રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ વડે ઉજવવામાં આવનાર છે. આ મહોત્સવનો હેતુ સમાજમાં માસિક અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

માસિક સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ દૂર કરી માસિકને  કુદરતી નવસર્જન માટે કરાયેલી વ્યવસ્થા તરીકે આનંદપુર્વક સ્વીકારવાનો આ ઉત્સવ છે. આ ઉપરાંત માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન માટે આપણી તેમજ પર્યાવરણની તંદુરસ્તીને નુકસાન ન કરે તેવા ફરી ફરીને ઉપયોગમાં લઈ શકાય તેવા કાપડના પેડ અથવા માસિક કપનો ઉપયોગ કરવાની સમજણ કેળવવાનો પણ ઉદ્દેશ છે.

માસિક સાથે સામાન્ય પણે જે બધી નકારાત્મક સંવેદનાઓ જોડાયેલી હોય છે તેના બદલે હકારાત્મક લાગણીઓ તેનું સ્થાન લે તેવો આ "માસિક મહોત્સવ"નો પ્રયાસ છે. સુરતની બધી સામાજીક સંસ્થાઓને આ ઉત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

surat gujarat