સુરતીઓ આનંદો! સુરતને મળ્યું એશિયાની 30 રિલાયન્સ સિટીમાં સ્થાન

08 February, 2020 10:31 AM IST  |  Surat

સુરતીઓ આનંદો! સુરતને મળ્યું એશિયાની 30 રિલાયન્સ સિટીમાં સ્થાન

સુરત સિટી

સુરત શહેર શિખરોનાં નવાં સોપાનો સર કરતું જાય છે ત્યારે સુરતીવાસીઓ માટે વધુ એક આનંદના સમાચાર છે. સુરતને એશિયાની ૩૦ રિલાયન્સ સિટી (કોઈ પણ મોટી કુદરતી આપત્તિ સામે લડી હિંમત હાર્યા વગર ઊભરી આવનાર પાવરફુલ સિટી)માં સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં સુરત એશિયામાં ૮મા સ્થળે છે. આ યાદીમાં પસંદગી થતાં સુરતને હવે વૈશ્વિક મદદ સરળતાથી મળી રહેશે અને શહેરની સુખાકારી અને વિકાસનાં કામોને વેગ મળશે.

સિંગાપોરની ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા આ યાદી બહાર પડાઈ છે. ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા શહેરીકરણ માટે શહેરોને સુવિધા પૂરી પાડવા પૂરતી નાણાકીય જરૂરિયાત મળી રહે એ માટે એશિયાનાં શહેરો પાસેથી અરજીઓ મંગાવાઈ હતી જેમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને પણ અરજી કરી હતી. આ યાદીમાં સુરતની ૮મા ક્રમે પસંદગી થતાં હવે એસએમસીને હવા, જમીન અને પાણીના પર્યાવરણલક્ષી ૩૦ હજાર કરોડના પ્રોજેક્ટ માટે ટેક્નિકલી અને ફન્ડિંગની મદદ વિશ્વમાંથી પ્રાપ્ત થઈ શકશે.

surat gujarat