નોટિસ આપી છતાં કોઈ કાર્યવાહી નહીં: ફાયર-સેફ્ટીના અભાવે 180 દુકાનોને સીલ

05 February, 2020 07:44 AM IST  |  Surat

નોટિસ આપી છતાં કોઈ કાર્યવાહી નહીં: ફાયર-સેફ્ટીના અભાવે 180 દુકાનોને સીલ

ફાયર-સેફ્ટી

સુરત મહાનગરપાલિકાના ફાયર-બ્રિગેડ વિભાગની ફાયર-સેફ્ટીના મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચાલતી કામગીરી યથાવત રહેવા પામી છે. ફાયર વિભાગ દ્વારા રિંગ રોડ પર આવેલા સૂચી હાઉસ અને વરાછા ઝોન એની હદમાં આવેલી મહાવીર ટેક્સટાઈલ માર્કેટને સીલ મારી દીધું હતું. અપૂરતી ફાયર સુવિધાના કારણે ફાયર વિભાગે અગાઉ નોટિસ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફાયર વિભાગે સીલ મારી દીધું હતું.

તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે અને અપૂરતી ફાયર સુવિધાવાળી ઇમારતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને રઘુવીર માર્કેટની ઘટના બાદ પણ ફાયર વિભાગની કાર્યવાહી યથાવત જ રહેવા પામી છે.

આ પણ વાંચો : સુરત :નદીમાં ડૂબતાં માસી-ભાણેજનો સુરતના રામશી રબારીએ જીવ બચાવ્યો

દરમ્યાન ફાયર વિભાગે રિંગ રોડ પર આવેલા સૂચિ હાઉસને સીલ મારી દીધું છે. ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળનો આ કૉમ્પ્લેક્સ આવેલો છે. આ ઉપરાંત વરાછા ઝોનમાં આવેલી મહાવીર ટેક્સટાઇલને પણ ફાયર વિભાગે સીલ મારી દીધું છે. આ માર્કેટમાં ૧૮૦ જેટલી દુકાનો આવેલી છે. અપૂરતી ફાયર સુવિધાના કારણે ફાયર વિભાગે અગાઉ નોટિસ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં વહેલી સવારે ફાયર વિભાગે સીલ મારી દીધું છે. આગામી સમયમાં પૂરતી ફાયર-સેફ્ટીની સુવિધા ઊભી કરાયા બાદ જ દુકાનો ખુલ્લી મૂકવામાં આવશે.

gujarat surat