વિધવાનું મકાન પચાવી પાડી ફાઇનૅન્સરોએ ૨૫ લાખ રૂપિયા માગ્યા, એકની ધરપકડ

14 October, 2019 08:17 AM IST  |  સુરત

વિધવાનું મકાન પચાવી પાડી ફાઇનૅન્સરોએ ૨૫ લાખ રૂપિયા માગ્યા, એકની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

પાંડેસરાની વિધવા મહિલાની મજબૂરીનો લાભ લઈ પાંચ લાખ સામે ત્રણ મહિનાનું ૯૦ હજાર વ્યાજ વસૂલનાર ફાઇનૅન્સરોને તમામ રકમ ચૂકવ્યા બાદ જામીનગીરી પેટે મૂકેલું મકાન પરત આપવા બજાર કિંમત પેટે ૨૫ લાખ માગનાર બે વ્યાજખોર વિરુદ્ધ પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી બે પૈકી એકની ધરપકડ કરી છે. પાંડેસરાની શિવશંકર સોસાયટીમાં મૂળ રાજસ્થાનનાં વિધવા સોનલ મહેશભાઈ દરજીને આર્થિક જરૂરિયાત ઊભી થતાં નવેમ્બર ૨૦૧૮માં પાંડેસરાના બે ફાઇનૅન્સર વિપુલ સોમા પટેલ અને ગૌરવ બાબુ પટેલ સમક્ષ પોતાનું રહેણાક મકાન જામીનગીરી પેટે મૂકી પાંચ લાખ વ્યાજે લીધા હતા. નાણાકીય જરૂરિયાત માટે સોનલબેને બન્ને ફાઇનૅન્સરને પોતાનું મકાન સિક્યૉરિટી પેટે લખી આપ્યું હતું અને ફાઇનૅન્સરોએ વિધવા મહિલાની મજબૂરીનો લાભ લઈ ૬ ટકાના વ્યાજ દરે ત્રણ મહિનાના ૯૦ હજાર વ્યાજની વસૂલાત કરી હતી.

surat gujarat