સુરતમાં મહિલા કર્મચારીઓને મેડિકલ ટેસ્ટમાં નિર્વસ્ત્ર કરી સવાલો પુછાયા

22 February, 2020 11:16 AM IST  |  Surat

સુરતમાં મહિલા કર્મચારીઓને મેડિકલ ટેસ્ટમાં નિર્વસ્ત્ર કરી સવાલો પુછાયા

પ્રતીકાત્મક તસવીર

મહિલાઓ સાથે અયોગ્ય કે અસભ્ય વર્તન અને વાણીની ઘટનાઓ ગુજરાતમાં સતત બની રહી છે. માસિક ધર્મ વિશે ટિપ્પણી અને તપાસ વિશેની ઘટના હજી તાજી જ છે ત્યાં સુરતમાં મહિલાઓ સાથે આવી જ ઘટના બની છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હૉસ્પિટલમાં ભરતીપ્રક્રિયા માટે લેવામાં આવતી મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરીને અંગત સવાલ પૂછવામાં આવ્યા હોવાની ફરિયાદ મહાનગરપાલિકાના કર્મચારી યુનિયન દ્વારા કમિશનરને કરવામાં આવી છે. વિવાદ વધતાં ત્રણ સભ્યોની સમિતિને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે કે નહીં આ નિર્ણય તો વાઇટ હાઉસ જ કરશે: રૂપાણી

મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હૉસ્પિટલ અને વિવાદ બન્ને એક સિક્કાની બે બાજુ જેવા છે ત્યારે સુરત મહાનગરપાલિકા કર્મચારી યુનિયન દ્વારા કમિશનરને રૂબરૂ મળીને લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે કે તાલીમાર્થી ક્લાર્કની ભરતી ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવી હતી

surat gujarat