ગુજરાત વિધાનસભાની ચૂંટણી: અત્યારસુધીમાં 34 ટકા મતદાન

03 November, 2020 03:00 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત વિધાનસભાની ચૂંટણી: અત્યારસુધીમાં 34 ટકા મતદાન

ફાઈલ ફોટો

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે આજે  સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 34 ટકા મતદાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોશ્યલ મીડિયાના માધ્યમે લોકોને મતદાન કરવાનું સૂચન આપ્યું હતું.

બપોરે એક વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 51.54 થયું છે. કચ્છમાં કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ગઈકાલે જ રાજ્ય ચૂંટણીપંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી.

8 વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 18.75 લાખ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 80 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે. મતદારો સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં અબડાસા, ધારી, લીંબડી સહિતની 8 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. એમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી સહિતની પાર્ટીઓ અને અપક્ષ મળીને 80 ઉમેદવાર વચ્ચે જંગ છે.

હાલમાં ચાલી રહેલ પેટાચૂંટણીમાં કરજણ બેઠકને લઇને રૂપિયા આપતા વાયરલ વીડિયો મામલે કોઇ ફરિયાદ કરવામાં ન આવી હોવાનું ચૂંટણી પંચે નિવેદન આપ્યું છે.

gujarat narendra modi Vijay Rupani viral videos