17 February, 2025 07:02 AM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના રાજકોટથી એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. અહીં એક 11 ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર કારમાં બળાત્કાર કર્યો હોવાની ઘટના બની છે. આ મામલે આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
રાજકોટમાં ૧૧માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી પર એક સગીર છોકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટના ત્યારે બની જ્યારે નવમા ધોરણમાં ભણતી પીડિત છોકરી બુધવારે તેની ૫ વર્ષની બહેન સાથે રાજકોટના એક બગીચામાં ગઈ હતી. તે દરમિયાન ૧૧ માં ધોરણમાં ભણતા એક છોકરાએ તેને જોઈ અને છોકરીનું સોશિયલ મીડિયા ઍપ સ્નૅપચૅટનું આઈડી માગ્યું. જોકે છોકરી પાસે પોતાનો ફોન ન હોવાથી, તેણે ના પાડી દીધી હતી.
આ ઘટના બાદ ગુરુવારે, છોકરી તેની બહેન સાથે બગીચામાં પાછી ગઈ હતી. આ દરમિયાન છોકરાએ છોકરી સાથે વાતચીત શરૂ કરી. આ વાતચીત દરમિયાન પીડિતાએ છોકરાને કહ્યું હતું કે તે આગામી કાર્યક્રમમાં મહેંદી લગાવવા તેના એક મિત્રના ઘરે જશે. શુક્રવારે, છોકરીના પિતા તેને તેના મિત્રના ઘરે છોડી હતી. જ્યારે તે જઈ રહી હતી, ત્યારે તે જ છોકરો કારમાં આવ્યો અને તેને લિફ્ટ ઑફર કરી. જ્યારે છોકરીએ ના પાડી, ત્યારે કારની પાછળની સીટ પર બેઠેલા તેના મિત્રોએ તેના પિતાને તેના પ્રેમ સંબંધ વિશે જાણ કરવાની ધમકી આપી. આરોપીઓની ધમકીઓથી ડરીને આ છોકરી કારમાં બેસી ગઈ હતી.
ત્યારબાદ આરોપી છોકરો તેની કાર રાજકોટના આલાપ ગ્રીન સિટી નજીક નયારા પેટ્રોલ પંપ પાસે એકાંત જગ્યાએ લઈ ગયો અને તેના મિત્રોને નાસ્તો લેવા માટે બહાર જવા કહ્યું. એકલા પડી ગયા પછી, તેણે છોકરી પર જાતીય હુમલો કર્યો. જ્યારે છોકરી સમયસર ઘરે પાછી ન આવી, ત્યારે તેના માતાપિતા ચિંતિત થઈ ગયા અને તની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું. આખરે તેઓએ છોકરીને શોધી કાઢી અને તે બાદ પીડિતાએ આખી ઘટના વિશે તેના પરિવારને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થયા બાદ પીડતાના માતપિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પૉક્સો ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી. પોલીસે મુખ્ય આરોપી અને તેના એક મિત્રની ધરપકડ કરી અને બીજા મિત્રની શોધ ચાલુ છે. પોલીસે પુષ્ટિ આપી છે કે ઘટનામાં બન્ને આરોપી સગીર છે. આ મામલે વધુ તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, એમ વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું.
બીજી એક ઘટનામાં મુંબઈમાં દાદી સાથે રહેતી ૧૭ વર્ષની ટીનેજ છોકરી ૭ જાન્યુઆરીએ ઘરેથી કૉલેજ જાઉં છું કહીને નીકળી હતી. જોકે એ પછી તે પાછી ન ફરી એટલે પરિવારના સભ્યોને ચિંતા થઈ હતી અને તેમણે પોલીસમાં તેના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તપાસ કરી આખરે એ સગીરાને બચાવી તેનું અપહરણ કરનાર ૨૪ વર્ષની યુવતીને ઝડપી લીધી હતી અને તેની સામે અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તપાસ દરમ્યાન બન્નેએ એવું કબૂલ્યું હતું કે તેઓ બન્ને એકમેકના પ્રેમમાં છે. એમ છતાં પોલીસે છોકરી સગીર હોવાથી મહિલા સામે ઍક્શન લીધી હતી, જ્યારે સગીરાને ઘરે ન જવું હોવાથી બાળ સુધારગૃહમાં મોકલી આપી હતી.