ગુજરાતઃ શાળા-કોલેજોને મળશે 8 દિવસનું નવરાત્રિ વેકેશન

28 May, 2019 09:08 PM IST  |  ગાંધીનગર

ગુજરાતઃ શાળા-કોલેજોને મળશે 8 દિવસનું નવરાત્રિ વેકેશન

ગુજરાતમાં મળશે આઠ દિવસનું નવરાત્રિ વેકેશન

આ વર્ષે વિદ્યાર્થીઓ નવરાત્રિનો આનંદ સારી રીતે માણી શકશે કારણ કે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને 30 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન આપવાની જાહેરાત કરી છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે 24 મેના દિવસે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠકમાં નવરાત્રિ વેકેશન ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ચાર જ દિવસમાં ગુજરાત સરકાર પોતાના નિર્ણય પરથી ફરી ગઈ છે અને ફરી નવરાત્રિ વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને નિર્ણય
ગયા વર્ષે રાજ્ય સરકારને નિર્ણય કર્યો હતો કે વિદ્યાર્થીઓને નવરાત્રિ વેકેશન આપવામાં આવે. જે બાદ સરકારે નિર્ણય લીધો હતો કે વેકેશન નહીં આપવામાં આવે. જો કે હવે અંતે નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને 8 દિવસનું વેકેશન આપવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને 13 દિવસનું દીવાળી વેકેશન આપવામાં આવશે. નવરાત્રિ વેકેશન બાદ 25 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળી  વેકેશન આપવામાં આવશે. જે 13 દિવસનું રહેશે.

gujarat Vijay Rupani