મોદીજીને લસણ-ડુંગળીના ભાવો સસ્તા કરવા પીએમ નથી બનાવાયા : સાધ્વી ઋતંભરા

25 January, 2020 12:07 PM IST  |  Dakor

મોદીજીને લસણ-ડુંગળીના ભાવો સસ્તા કરવા પીએમ નથી બનાવાયા : સાધ્વી ઋતંભરા

સાધ્વી ઋતંભરા

મોદીને લસણ-ડુંગળીના ભાવો નિયંત્રિત કરવા માટે નહીં પણ ભારતને ભારત બનાવવા પ્રધાન બનાવ્યા છે. ભારતવાસી સૌ રાષ્ટ્રનિર્માણના આ કાર્યમાં લાગે એવો સંદેશ ખેડાના જિલ્લાના મહિસા ગામે વાત્સલ્ય ગ્રામ ખાતે સવિંદ ગુરુકુલમના ઉદ્ઘાટન સમયે રાખવામાં આવેલા કાર્યક્રમમાં પૂ.દીદીમાના હુલામણા નામથી જાણીતા તેજતર્રાર સાધ્વી ઋતંભરાજીએ કહ્યા છે.

સાધ્વી ઋતંભરાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મારો સંદેશ સૌ સુધી પહોંચાડી દો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને વડા પ્રધાનને બનાવ્યા છે, તે અમારા રાજા છે. તેઓ નેતૃત્વ કરી રહ્યા છે દેશનું. દેશવાસીઓએ સમજવું જોઈએ કે લસણ-ડુંગળી સસ્તા કરવા માટે વડા પ્રધાન નથી બનાવાયા. તેઓ ભારતને ભારત બનાવી રાખવા માટે વડા પ્રધાન થયા છે. એકસંપ થઈને સંગઠિત ને એકમતિ એકગતિ રાષ્ટ્રના નિર્માણમાં લાગ્યા રહો. ભારતમાં હાલ મોદી વિરોધી લહેર ચાલે છે.

આ પણ વાંચો : પાર્ટીથી નારાજ મધુ શ્રીવાસ્તવએ પત્રકારોને અશ્લીલ શબ્દો કહી કૅમેરા ખેંચ્યા

ક્યાંક મોંઘવારીને લઈને તો ક્યાંક કલમ ૩૭૦ અને સીએએ અને એનઆરસીનો વિરોધ વંટોળ ચાલ્યો છે. બીજેપી સરકાર અને સંગઠન પણ નવાં વિપક્ષી સમીકરણો અને કાર્યક્રમોનો સામનો કરવામાં નિષ્ફળ જણાઈ રહ્યાં છે. ત્યારે રામ મંદિર આંદોલનથી હિન્દુ હૃદયમાં અગ્ર‌િમ સ્થાન પામેલાં સાધ્વી ઋતંભરાદેવીજીએ ફરી બીજેપી અને એમાં પણ નરેન્દ્ર મોદીને આંચ ન આવવી જોઈએ એવો લોકસંદેશ વહેતો કરી રાજકીય માહોલ ગરમ કર્યો છે. તેઓ મોદી જ ભારતને સાંસ્કૃતિક ગરિમાથી પૂર્ણ ભારત બનાવી શકે છે એવો નિર્ધાર વ્યક્ત કરી વિપક્ષી પાર્ટીઓના આરોપો અને આક્ષેપોના તાણાવાણા તોડવા મેદાને પડ્યા હોવાનું પ્રદર્શિત થઈ રહ્યું છે.

gujarat dakor narendra modi