ગાંધીજીએ જ્યાં બેસીને સત્યાગ્રહ કર્યો એ જ શાળામાંથી પકડાયો દારૂ

30 November, 2019 08:34 AM IST  |  Rajkot | Rashmin Shah

ગાંધીજીએ જ્યાં બેસીને સત્યાગ્રહ કર્યો એ જ શાળામાંથી પકડાયો દારૂ

રાજકોટની રાષ્ટ્રીય શાળા

૧૯૨૧માં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ શરૂ થયેલી અને મહાત્મા ગાંધીએ ૧૯૩૯માં જે જગ્યાએ બેસીને બ્રિટિશરો વિરુદ્ધ આમરણાંત ઉપવાસ કર્યા હતા એ રાજકોટની રાષ્ટ્રીય શાળામાં ગઈ કાલે રાજકોટ પોલીસે પ.૧૮ લાખ રૂપિયાની કિંમતનો દારૂ પકડતાં જબરદસ્ત ચકચાર મચ્યો છે. મહાત્મા ગાંધીના જન્મને કારણે ગુજરાતભરમાં દારૂબંધી છે ત્યારે બાપુ જે જગ્યાએ ખાસ્સો સમય રહ્યા છે અને જે સ્થાને બાપુની યાદમાં હજી પણ સ્કૂલ ચલાવવામાં આવે છે અને ખાદીવણાટનું કામ થાય છે એ જગ્યાએ દારૂ પકડાવો એ નાની વાત નથી. દારૂ પકડનારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ. વી. શાખરાએ કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય શાળાના પાછળના ભાગમાં આવેલા ક્વૉર્ટરમાંથી દારૂ પકડાયો છે. ચેકિંગ કરતાં ત્રણ શખસ ત્યાંથી ભાગી ગયા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.’
રાષ્ટ્રીય શાળાને ૨૦૨૧માં ૧૦૦ વર્ષ પૂરાં થાય છે, જ્યારે અત્યારે બાપુની ૧પ૦મી જન્મજયંતી ચાલી રહી છે. આ બન્ને અવસરને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શાળામાં જ્યાં બાપુ દરરોજ પ્રાર્થના કરતા એ મધ્યસ્થ ખંડ અને એની આજુબાજુની ૬ રૂમને મ્યુઝિયમમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લેવામં આવ્યો છે અને એ માટે કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, એવા સમયે બાપુની દારૂબંધીની વિચારધારાને તોડતી પ્રક્રિયા રાષ્ટ્રીય શાળામાં જ ચાલતી હોવાનું ખૂલતાં સૌકોઈને આંચકો લાગ્યો છે.

gujarat mahatma gandhi rajkot