રાજકોટઃ ચોકીદાર પિતાના પુત્રએ બોર્ડમાં મેળવ્યા 99.22 PR

09 May, 2019 02:14 PM IST  |  રાજકોટ

રાજકોટઃ ચોકીદાર પિતાના પુત્રએ બોર્ડમાં મેળવ્યા 99.22 PR

સંજયે મેળવી બોર્ડમાં ઝળહળતી સફળતા

કહેવાય છે કે કલા કોઈની જાગીર નથી. આવું જ વિદ્યાનું છે. રાજકોટના વિદ્યાર્થી સંજય ધોરિયાએ આ સાબિત કરીને બતાવ્યું છે. સંજયને બારમાં ધોરણમાં 99.22 પર્સન્ટાઈલ આવ્યા છે. પુત્રના આ ઝળહળતા પરિણામ પર તેના માતા-પિતા ગર્વ અનુભવી રહ્યા છે.

સંજયે નહોતું રખાવ્યું ટ્યુશન
બારમાં સાયન્સ જેવા મહત્વના વર્ષ માટે પણ સંજયને કોઈ ટ્યુશનની જરૂર નહોતી પડી. રાજકોટની SOS સ્કૂલમાં અભ્યાસ કરતા સંજયે ટેકસ્ટ અને રેફરન્સ બુક પર જ ધ્યાન આપ્યું અને આટલા સારા ગુણ મેળવ્યા.

સંજય પાસે નથી મોબાઈલ
સંજય પાસે આજે પણ મોબાઈલ છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની તૈયારી કરવા માટે સંજયે ટીવી અને મોબાઈનો સંપૂર્ણ પણે ત્યાગ કર્યો હતો. વિપરીત સ્થિતિઓ વચ્ચે પણ સંજયે ખૂબ જ મહેનત કરી અને  સફળતા મેળવી.

આ પણ વાંચોઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.90 ટકા આવ્યું પરિણામ, છેલ્લા 7 વર્ષનું સૌથી નીચું પરિણામ

સંજયને બનવું છે કમ્પ્યૂટર એન્જિનિયર
સંજયના પિતા હરેશભાઈએ gujaratimidday.com સાથે વાતચીત કરતા કહ્યું કે, 'અમે અમારા પુત્રના પરિણામથી ખૂબ જ ખુશ છે. સંજયે દસમાં ધોરણમાં પણ 98.64 PR સાથે પરિણામ મેળવ્યું હતું અને હવે બારમાં ધોરણમાં સારું પરિણામ મેળવીને અમારું ગૌરવ વધાર્યું છે. અમારો પુત્ર કમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે. અને તેનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેવી મારી કામના છે.'

rajkot gujarat