Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, છેલ્લા 7 વર્ષનું સૌથી નીચું પરિણામ

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, છેલ્લા 7 વર્ષનું સૌથી નીચું પરિણામ

09 May, 2019 11:32 AM IST | અમદાવાદ

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, છેલ્લા 7 વર્ષનું સૌથી નીચું પરિણામ

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર


આખરે ઈંતઝારનો અંત આવ્યો છે. આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. કુલ પરિણામ 71.90 ટકા આવ્યું છે.

રાજકોટ જિલ્લો પ્રથમ



રાજ્યમાં 35 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લો 84.47 ટકા સાથે પ્રથમ આવ્યો છે. પરીક્ષાના કેન્દ્રોની વાત કરીએ તો ધ્રોલ કેન્દ્ર 91.60 ટકા સાથે પ્રથમ આવ્યું છે. જ્યારે બોડેલી કેન્દ્ર 27.19 ટકા સાથે છેલ્લા સ્થાને આવ્યું છે.


વિદ્યાર્થિનીઓએ મારી બાજી

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર બાજી મારી છે. વિદ્યાર્થિનીઓએ 72.01 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 71.83 ટકા આવ્યું છે.


ગ્રુપ અનુસાર પરિણામ

વિજ્ઞાન પ્રવાહમાં બે ગ્રુપ હોય છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. જેમાં એ ગ્રુપનું 78.92 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે બી ગ્રુપનું 76.26 ટકા પરિણામ આવ્યું છે.

માધ્યમ અનુસાર પરિણામ

અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.15 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતી માધ્યમની પરિણામ 71.09 ટકા આવ્યું છે. જેને જોતા અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ પરીક્ષાના ધાર્યા પરિણામો ન આવે તો શું કરવું જાણો જય વસાવડા પાસેથી

છેલ્લા સાત વર્ષનું સૌથી ઓછું પરિણામ
આજે જાહેર થયેલું ધોરણ 12નું પરિણામ છેલ્લા સાત વર્ષનું સૌથી ઓછું પરિણામ છે. ગયા વર્ષની સરખામણીમાં પરિણામમાં ઘટાડો નોંધાય છે. 2018માં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99 ટકા હતું જ્યારે 2017માં આ પરિણા 81.89 ટકા હતું. વિદ્યાર્થીઓને સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં શાળાએથી માર્કશીટ મળી શકશે.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 11:32 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK