રાજકોટ : 2020ની પહેલી સવારે ગુજરાત બનશે કાશ્મીર

01 January, 2020 08:07 AM IST  |  Rajkot

રાજકોટ : 2020ની પહેલી સવારે ગુજરાત બનશે કાશ્મીર

કોલ્ડ-વેવ

ઉત્તરીય પવનોને કારણે ગુજરાતમાં છેલ્લા એક વીકથી શિયાળાએ બરાબરનો રંગ પકડ્યો છે, જેને કારણે ગઈ કાલે પણ
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો અને ગુજરાતનાં ૧૧ શહેરોનું તાપમાન એક આંકડામાં નોંધાયું હતું, જ્યારે ૧૪ શહેરોનું તાપમાન ૧૨ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. ગુજરાતની સ્થાપના પછી પહેલી વખત પોરબંદર શહેરનું તાપમાન ૮.પ ડિગ્રી નોંધાયું હતું જે એક રેકૉર્ડ છે તો નલિયા, રાજકોટ, ડીસા, ગાંધીનગર, ભુજ, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં લઘુતમ તાપમાન પાંચથી આઠ ડિગ્રી વચ્ચે નોંધાયાં હતાં. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ભારતમાં ઠંડી વધતાં આવતા ૭૨ કલાકમાં ગુજરાતમાં ઠંડી વધે એવી સંભાવના છે અને લઘુતમ તાપમાન ઘટીને ત્રણથી પાંચ ડિગ્રીએ પહોંચે
એવી શક્યતા છે.

ગુજરાતમાં વધી રહેલી ઠંડીને કારણે ગુજરાતના રાજકોટ, જૂનાગઢ અને જામનગર કલેક્ટોરેટ દ્વારા જાહેર હિતમાં સૂચના આપવામાં આવી છે કે વગર કારણે મોડી રાત સુધી બહાર રહેવું હિતાવહ નથી.

વધી રહેલી ઠંડી અને કોલ્ડ વેવની આગાહીને કારણે ગુજરાતમાં ન્યુ યર પાર્ટીઓમાં પણ હીટર અને તાપણાં રાખવાની ફરજ પડી હતી.

gujarat rajkot