સવર્ણ અનામતની અસરઃ GPSCની પરીક્ષાના કાર્યક્રમમાં થશે ફેરફાર

13 January, 2019 07:01 PM IST  | 

સવર્ણ અનામતની અસરઃ GPSCની પરીક્ષાના કાર્યક્રમમાં થશે ફેરફાર

GPSCની પરીક્ષાની તારીખોમાં થઈ શકે ફેરફાર

આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય કાયદો બની ગયો છે. આ નિયમને લાગુ કરવામાં ગુજરાત સૌ પ્રથમ છે. સરકારના નિર્ણય પ્રમાણે 14 જાન્યુઆરી 2019 પહેલા જે ભરતી માટે લેખિત, મૌખિક પરીક્ષા અને કમ્ય્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ થઈ ગઈ છે તેમને આ નિયમ લાગુ નહીં પડે પરંતુ હવે પછી યોજાનારી તમામ ભરતી પરીક્ષામાં આ નિયમ લાગુ થશે.

સરકારના આ નિર્ણયના કારણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં સેવામાં આવનારી તમામ પરીક્ષાઓના કાર્યક્રમમાં ફેરફાર થશે.

              આ પણ વાંચોઃ ગુજરાતમાં સવર્ણ અનામત આવતીકાલથી અમલી, બિલનો અમલ કરવામાં ગુજરાત સૌપ્રથમ

GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને જાણકારી આપી કે આગામી સમયમાં યોજાનારી તમામ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર થશે. થોડા સમયમાં નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.


મહત્વનું છે કે રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ ગુજરાત એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે કાયદાનો અમલ કરવાની જાહેરાત કરી છે.

gujarat