31 ઑગસ્ટે વતન આવશે વડાપ્રધાન મોદી, સરદારને આપશે અંજલિ

28 October, 2019 03:47 PM IST  |  ગાંધીનગર

31 ઑગસ્ટે વતન આવશે વડાપ્રધાન મોદી, સરદારને આપશે અંજલિ

સ્ટેચ્યૂ ઑફ યુનિટી

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની લોકાર્પણને એક વર્ષ પુરૂ થવા પર અને સરકાર પટેલ જયંતિના મોકા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઑક્ટોબરે ગુજરાતના કેવડિયા આવશે. આ દિવસને એકતા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાનની યાત્રાને લઈને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસના પ્રવાસ દરમિયાન સ્ટેચ્યૂ ઑફ યુનિટી આસપાસ બનેલા અલગ અલગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસના મોકા પર આર્મી, નેવી અને એરફોર્સ સહિતના સુરક્ષા દળોની એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયામાં આયોજિત એકતા ઉત્સવમાં વડાપ્રધાન મોદીની સાથે ભાજપ શાસિત અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી અને વીવીઆઈપી લોકો પણ હાજર રહેશે.

આ પણ જુઓઃ Diwali 2019: તમારા માનીતા સિતારાઓએ આવી રીતે ઉજવી દિવાળી, જુઓ તસવીરો

ગુજરાત સરકારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ 200થી વધુ પોઈન્ટ પર 6, 000થી વધારે સુરક્ષા કર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. એસપીજી કમાન્ડોની સુરક્ષા વ્યસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગયા વર્ષે 31 ઓક્ટોબરના દિવસે વડાપ્રધઆન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર બંધ પાસે આવેલા નડાબેટ ટાપૂ પર વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલનું પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.