Cyclone Nisarg: ગુજરાતે લીધા રાહતનાં શ્વાસ, વાવાઝોડું ફંટાઇ ગયું...

02 June, 2020 03:52 PM IST  |  Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Cyclone Nisarg: ગુજરાતે લીધા રાહતનાં શ્વાસ, વાવાઝોડું ફંટાઇ ગયું...

હાલમાં ડીપ ડિપ્રેશન છ કલાકમાં 11 કિલોમીટરની ગતિએ આગળ વધી રહ્યું છે. - તસવીર- વિન્ડી વેબસાઇટ.

મુંબઇમાં વાવાઝોડું પહોંચશે એવી વાતો તો છે જણ મુંબઇનું પાડોશી રાજ્ય ગુજરાત તેના પ્રકોપમાંથી બચી ગયું છે. ગુજરાતમાં વરસાદ ચોક્કસ પડશે પણ ગુજરાત પર વાવાઝોડાનો જે ખતરો હતો તે ટળી ગયો છે. વાવાઝોડની અસર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રૂપે થશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે IMD ડિરેક્ટર જયંત સરકારે પત્રકારોને માહિતી આપી હતી. હવામાન ખાતાએ જણાવ્યા અનુસાર સુરત, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ કાલે જ થવાની પુરી શક્યતાઓ છે. હાલમાં ડીપ ડિપ્રેશન છ કલાકમાં 11 કિલોમીટરની ગતિએ આગળ વધી રહ્યું છે.

આમ તો ગુજરાત પર નિસર્ગ ત્રાટકશે તો શુંની ચિંતા કેટલાક સમયથી ચાલુ હતી અને સંભવિત વાવાઝોડાને લઇને રાજ્યનાં દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કરાયું હતું. વળી દરિયા કાંઠાના પ્રદેશો ને પણ હાઇ એલર્ટ પર મુકાયા હતા. ચાર અને પાંચ જૂને અતિ ભારે વરસાદની આગાહી પણ કરી અને સાયક્લોનને પગલે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે. ચોથી જૂને જે વરસાદ પડશે તે વલસાડ, નવસારી,  સુરત, ભરૂચ, વડોદરા, આણંદ દાદરાનગર હવેલી, ભાવનગર, ગીર, સોમનાથ, બોટાદ, દિવ અને દમણ પર ફરી વળશે તેવી આગાહી છે. પાંચમી જૂને સુરત,ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી,છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ ખેડા, વલસાડ, બોટાદ, અમદાવાદ વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડવાની સંભાવના છે. વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેકટરે દરિયો ખેડવા ગયેલા માછીમારોને પાછા બોલાવી લીધા છે. જ્યારે કોઇ માછીમાર હજુ હોય તો તેને પરત આવવાની સુચના આપવામાં આવી છે. તેમજ ડુમસ, સુવાલી, ડભારી દરિયા કાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

gujarat mumbai weather gandhinagar bhavnagar veraval