Coronavirus Effect: ઉત્તરાણની ઉજવણીને મામલે ભારદોરીમાં પતંગ કપાઇ શકે છે

03 January, 2021 03:11 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Effect: ઉત્તરાણની ઉજવણીને મામલે ભારદોરીમાં પતંગ કપાઇ શકે છે

ફાઇલ તસવીર

દિવાળી તો આખા ગામની હોય છે પણ ગુજરાતીઓ માટે ઉત્તરાણ એટલે કે મકરસંક્રાતના તહેવાર જેવો બીજો કોઇ તહેવાર નથી. નવું વર્ષ પતે એટલે પતંગની તૈયારીઓ તડામાર શરૂ થઇ જાય. જો કે જે રીતે અત્યાર સુધી બધા જ તહેવારોમાં કોરોનાવાઇરસ (Coronavirus)ને કારણે ઉજવણીને મામલે હાથ તંગ રાખવા પડ્યા છે તેવું જ ઉતરાણમાં પણ થવાનું છે.  ઉત્તરાણના (Uttarayan) પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Gujarat Deputy CM) નીતિન પટેલનું (Nitin Patel) નિવેદન પતંગ રસિયાઓના ઉત્સાહને ભાર દોરીમાં કાપી નાખનારું સાબિત થશે. 

ડેપ્યુટી CM નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું કે, ઉત્તરાયણના (Uttarayan) પર્વને લઈને રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.  કોરોના સંક્રમણને (Corona Virus) પગલે અગાશીમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા થવાની મંજૂરી નહીં આપવામાં આવે. એક જ અગાશીમાં 50-55 લોકો ભેગા ન થવાં જોઇએ.  દિવાળીના તહેવારો બાદ રાજ્યમા કોરોનાના કેસોમાં (Gujarat Corona Case) અચાનક વધારો થતાં વહીવટીતંત્રની ચિંતા વધી હતી. આ ઘાટ ઉતરાણ પછી ન થાય તેની પુરી તકેદારી અત્યારથી જ રાખવામાં આવી રહી. ઉતરાણ સંદર્ભે કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટની ટકોર બાદ સરકારે દર વર્ષે રિવરફ્રન્ટ પર યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ (International Kite Festival) સહિતના અનેક કાર્યક્રમો રદ્દ કર્યા છે. હવે રાહ જોવી રહી કે સરકાર કયા નવા નિયમો લાગુ કરે છે જેથી લોકો ઉતરાણની ઉજવણીમાં ભાન ન ભૂલે અને ફરી વાઇરસને પોતાનો ભરડો મજબુત કરવાનો મોકો ન મળે. 

kites ahmedabad gandhinagar