ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લાગ્યો આઘાત, ધોળાકાની બેઠકથી હાથ ધોયા

12 May, 2020 01:15 PM IST  |  Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લાગ્યો આઘાત, ધોળાકાની બેઠકથી હાથ ધોયા

ભુપેન્દ્રસિંહે 327 મતોની પાંખી સરસાઇથી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી.

ગુજરાત વિધાનસભાની 2017નાં વર્ષની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકાથી જીત્યા હતા અને આ જીતને હાઇકોર્ટમાં પડકરાવામાં આવી હતી, આજે વીડિયો કોન્ફરન્સથી હાઇકોર્ટે આપેલા એક ચુકાદામા 2017ની ધોળકા બેઠકની ચૂંટણીને જ રદ જાહેર કરાઇ હોવાથી ભુપેન્દ્રસિંહે બેઠકથી હાથ ધોવા પડ્યા છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારશે. નીતિન પટેલે કહ્યુ કે આ અંગે કાયદાકિય અપીલ કરીશે અને બાદમાં જ નિર્ણય લેવો પડશે તે લેવાશે.આ અંગે પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરાશે.

આ જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસનાં પ્રતિનિધિ શક્તિસિંહ ગોહીલે ટ્વિટર પર લખ્યું હતું કે ભુપેન્દ્રસિંહે પોતાની જીત માટે ‘ગોઠવણ’ કરી હતી અને તે ખોટી રીતે ચૂંટાયા હતા માટે અંતે તો સત્યનો જ જય થાય છે.

મુદ્દો શું હતો?

ભુપેન્દ્રસિંહે 327 મતોની પાંખી સરસાઇથી  2017 વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે હતો, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.અશ્વિન રાઠોડે ગણતરીમાં થયેલા ગોટાળાને પગલે પોતાને જ વિજેતા જાહેર કરવો જોઇએ એવી માંગ કરી હતી અને હાઇકોર્ટે પોસ્ટલ બેલેટમાં મળેલા કૂલ મતમાંથી 429 મત રદ થયા હોવાની જાહેરાત કરી હતી જેને કારણે ચુડાસમા વિજેતા જાહેર થયા હતા.

gujarat Gujarat BJP