કુતરાને જોઈને બે સિંહએ કરી પીછેહઠ, જુઓ ગુજરાતના અમેરેલીનો આ થ્રીલિંગ વીડિયો

14 August, 2024 06:22 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Gujarat News: આ વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો હિંમતભેર આ સિંહને ભગાડવા માટે તેનો પીછો પણ કરે છે.

ગુજરાતનો સિંહ અને વાયરલ વીડિયોનો સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતના અમરેલીમાં રાત્રે એક દુર્લભ નજારો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો હવે વાયરલ (Gujarat News) થતાં સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે સિંહએ લોખંડના ગેટની પાછળ રહેલા ગામના કૂતરાઓ પર હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સિંહો અને આ બે શ્વાનો વચ્ચે માત્ર એક લોખંડી ગેટનો અંતર હતો, અને જો તે ન હત તો આ સિંહ આ કુતરાઓનો શિકાર કરીને લાઈજાત. આ સંપૂર્ણ ભયાવહ ઘટના ગેટ પર લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી જેનો હવે વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે.

અમરેલીમાં બે સિંહ અને કુતરાની લડાઈની ઘટનાથી ગામમાં લોકો ચોંકી ગયા છે. જો કે આ વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો હિંમતભેર આ સિંહને ભગાડવા માટે તેનો પીછો પણ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે `સિંહો વિરુદ્ધ કૂતરાઓ`નું એન્કાઉન્ટર બતાવવામાં આવ્યું છે, જે ગુજરાતના અમરેલી (Gujarat News) જિલ્લાના સાવરકુંડલાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્થાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી લગભગ 76 કિમી દૂર છે, જે ભારતમાં એશિયાટિક સિંહનું પ્રખ્યાત નિવાસસ્થાન છે. વીડિયોની શરૂઆત એક ગેટની નજીક આવતા સિંહ ઊભો છે જે ગેટના બીજી બાજુએ ઉભેલા કૂતરા સુધી પહોંચવા માટે ગેટને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સિંહ કૂતરાને ડરાવવાનો પ્રયત્ન કરે છે, આ જોઈને એક બીજો કૂતરો ઝડપથી તેના સાથીદારની મદદ માટે દોડીને આવતો જોઈ શકાય છે. બે કૂતરા ગેટ પાસે નિર્ભયપણે ઊભા રહે છે છે. આ વીડિયોમાં કોઈ ઑડિયો કૅપ્ચર ન થયો હોવા છતાં, એવું માનવામાં આવે છે કે કૂતરો સિંહ પર સતત ભસી રહ્યા છે.

ગેટની બીજી બાજુએ બે કૂતરાઓને જોતાં, બીજો સિંહ પણ ત્યાં આવીને આ લોખંડને ગેટને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમના પ્રયત્નો છતાં, દરવાજો તૂટ્યો નહીં અને કૂતરા સુરક્ષિત હતા. જો કે, અપેક્ષિત હુમલો થયો ન હતો. થોડા સમય પછી, સિંહોએ હાર માની લીધી અને ઝાડીઓમાં પાછો ચાલ્યો ગયો. તેમ જ આગળ જતાં ફરજ પર તહેનાત ચોકીદારે (Gujarat News) તેની હાજરીનો સંકેત આપવા અને જંગલી પ્રાણીઓ પર નજર રાખવા માટે ટોર્ચનો ઉપયોગ કર્યો અને સિંહને ત્યાંથી ભાગાવ્યા હતા અને બીજા લોકોને પણ સિંહ બાબતે ચેતવણી આપી હતી. આ ઘટનાને કારણે હવે લોકોમાં ગભરાટ ફેલાયો છે તેમ જ લોકો પણ આ શ્વાનો અને સિંહને ભગાડનારના બહાદુરીના વખાણ કરી રહ્યા છે.

gujarat news viral videos gujarat lions wildlife ahmedabad