સ્ટૅચ્યુ ઑફ યુનિટી :ટિકિટના બારકોડ સ્કૅન ન થતાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી

27 December, 2019 09:57 AM IST  |  Narmada

સ્ટૅચ્યુ ઑફ યુનિટી :ટિકિટના બારકોડ સ્કૅન ન થતાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

કેવડિયા કૉલોની ખાતે જ્યારથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી બન્યું ત્યારથી લાખો લોકો રજાઓ માણવા અહીં પહોંચે છે. ત્યારે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની વ્યુ ગૅલેરીની ટિકિટો ૩૧ ડિસેમ્બર સુધીની હાઉસફુલ થઈ જતાં તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિદેશોમાં નાતાલનું પર્વ ધામધૂમથી ઊજવાય છે. નાતાલના તહેવારનો માહોલ નવા વર્ષનાં વધામણાં એટલે ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે, જેથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા રહેવાનું પસંદ કરે છે. જોકે આ તમામ વાતો વચ્ચે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ન્યુ ગૅલરીની ટિકિટોમાં કેટલાક પ્રવાસીઓની ટ‌િકિટની ઝેરોક્સ કરીને વ્યુઇંગ ગૅલરી જોવા માટેની લાઇનમાં લાગી જાય છે એવું તંત્રને ધ્યાનમાં આવ્યું છે.

આ પણ વાંચો : કેન્દ્રની 19 ટીમોએ દવા છંટકાવ શરૂ કર્યો : ખેતરોમાં તીડોના ઢગલા

કેટલાક કિસ્સાઓમાં વ્યુઇંગ ગૅલરી જોઈ પણ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે આજે મોટા પ્રમાણમાં ટિકિટનાં બારકોડ સ્કેન નહીં થતાં આ મુદ્દો તંત્રના ધ્યાનમાં આવ્યો હતો. જોકે બારકોડ સ્કૅન નહીં થતાં સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને અટકાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રવાસીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. એક જ ટિકિટની ત્રણ વાર ઝેરોક્સ કાઢી એજન્ટો પ્રવાસીઓને ટિકિટ વેચી દે છે અને જ્યારે પ્રવાસી આ ટિકિટ લઈ સ્ટૅચ્યુ પાસે જાય છે ત્યારે ટિકિટ પરનો બારકોડ સ્કૅન નહીં થતાં પ્રવાસી છેતરાયાનો કિસ્સો બહાર આવ્યો છે.

gujarat statue of unity