સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાઈટ પર સામે આવ્યું રેતી ખનનનું કૌભાંડ

11 June, 2019 11:50 AM IST  |  નર્મદા

સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાઈટ પર સામે આવ્યું રેતી ખનનનું કૌભાંડ

સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાઈટ પર સામે આવ્યું રેતી ખનનનું કૌભાંડ

સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતીનું ખનન થતું હોવાનો પર્દાફાશ થયો છે. ટ્રાઈબલ મ્યુઝિયમ માટે ફાળવવામાં આવેલી જમીનમાંથી 4.85 લાખ મેટ્રિક ટન જેટલી રેતી ચોરવામાં આવી છે.

વડોદરાથી 100 કિલોમીટર દૂર આવેલા કેવડિયામાં આ ઘટના સામે આવી છે. પોલીસને લેન્ડ રેવન્યૂ ડીપાર્ટમેન્ટ પાસેથી ફરિયાદ મળી છે. જેના પ્રમાણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે આવેલા જે નાના પહાડ જેવી જગ્યામાં ઓછા જાણીતા આદિવાસી જેવી જાતિઓના સ્વાતંત્ર્ય સેનાનીઓ માટેનું મ્યુઝિયમ બનવાનું હતું તે પહાડ રેતીના ખનનના કારણે ગાયબ થઈ ગયો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

અત્યાર સુધી શા માટે આ મામલે કોઈ ફરિયાદ ન થઈ એ મામલે પોલીસ અધિકારીએ કહ્યું કે, તંત્ર આ ઘટનામાં ચોક્કસ નામો સામે આવે તેની રાહ જોઈ રહ્યું હતું. નહીં તો અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ થાત. પ્રાથમિક રીતે જાણકારી મળી છે કે 4.85 લાખ મેટ્રિક ટન જેટલી રેતી ચોરવામાં આવી છે. હવે પોલીસે અને રેવન્યૂ વિભાગ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ કારસ્તાન કોનું છે.

આ પણ વાંચોઃ PM મોદી ઓક્ટોબરમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીની લઈ શકે મુલાકાત

સાઈટ પરથી જે રેતીની ચોરી કરવામાં આવી તેની કિંમત સાત કરોડ જેટલી થવા જાય છે. જો કે તપાસ સમયે આ આંકડો વધી શકે છે. હાલ આ કેસની નર્મદા જિલ્લાના SP ખુદ દેખરેખ કરી રહ્યા છે અને કોણ કોણ આ કૌભાંડમાં સંડોવાયેલું છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

gujarat statue of unity