કોરોના કેર વચ્ચે રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી

19 June, 2020 07:22 AM IST  |  Gandhinagar | Agencies

કોરોના કેર વચ્ચે રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે આગામી ચાર દિવસ વરસાદી માહોલ બની રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ૨૧ જૂને રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તા.૧૯ના વલસાડ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડશે. તા. ૨૦ અને ૨૧ જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તેમ જ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વેધર વૉચ ગ્રુપની મંગળવારે યોજાયેલી ઑનલાઇન બેઠકમાં હવામાન વિભાગ તરફથી એવી જાણકારી અપાઈ કે રાજ્યમાં બે અઠવાડિયાંમાં ઝાઝા વરસાદની શક્યતા નથી, પણ ૨૬ જૂનથી બીજી જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

gujarat Gujarat Rains coronavirus